SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ નીકળે. ચાલ્યા આવતા કૃષ્ણ પુત્રને જોઈ જમુખાદિક બાળકોનાં નેત્રો ઈર્ષાથી દગ્ધ થયાં, અને પ્રદ્યુમ્નકુમાર આવી રીતે ચે લાભ મેળવી તે બાળકોની સાથે અનેક કીડા કરવા લાગ્યું. લાભ ૫ મે વાયુની પેઠે અતિ ચંચલ તે બાળકે જ્યાં ત્યાં ભમતા આગળ ગયા ત્યારે જરા દૂર રહેલે બળતા અગ્નિનો એક કુંડ આવ્ય; તે જોઈ વિમુખ કહે છે કે, “હે બંધુઓ! આગળ આપણું વૃદ્ધ પુરૂષ કહી ગયા છે તે સાંભળે; જે પુરૂષ જરા પણ વિચાર કર્યા સિવાય આ અગ્નિ કુંડમાં પસે તે પુરૂષ અગ્નિથી નિર્મળ થયેલા સુવર્ણ સમાન અનધર રૂપ પામે તથા તે પુરૂષને દેહ અન્ય અગ્નિથી પણ ન બળે.” આમ સાંભળતાં વેંત જ મહા સાહસી કુમાર તે અગ્નિના કુંડમાં પડ્યો; જેમ જળમાં સ્નાન કરે તેમ તાપથી બળવાની નહીં શંકા રાખતે તે કુમાર અગ્નિમાં સ્નાન કરવા લાગ્યા. તે સમયે તે કુંડને અધિષ્ઠાયક દેવ કેધ પામી બહાર નીકળી બે , “અરે! નરાધમ આ પુરૂષ કેણુ છે કે જે આખા કુંડને ખુદિ નાખે છે ? તે સમયે કૃષ્ણ પુત્રે કહ્યું કે, “અરે! મને તું નરાધમ ન કહે પણ નરમાં ઉત્તમ કહે, કારણ કે, નરોત્તમ વગર આ કુંડમાં પેસવા માટે પણ કેણ સમર્થ થાય? એ વિચારી હે દેવ ! મારી ઉચિત પૂજા કર. આમ કહેવાથી સંતુષ્ટ થયેલા તે દેવે કુમારને બે વેત વસ્ત્ર આપી કહ્યું, “હે પુરૂષ! નરોત્તમ! આ કુંડમાં પ્રવેશ કરવાથી તમે નિર્મળ થયા છે તથા હું આજથી તમારે
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy