SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આવી રીતે તે નાગે સત્પદાર્થોથી તથા મધુર વાણીથી સત્કાર કરાયેલે રુકિમણું પુત્ર તે ગુફામાંથી બહાર નીકળી તે બાળકને મળે; ઈર્ષાયુક્ત અંત:કરણવાળા તે બાળકો કુતૂહલથી અધિક અધિક પૂછવા લાગ્યા ત્યારે પ્રધુમને પણ પિતાના શુભ ભાગ્યના ઉદયસૂચક સર્વ વૃત્તાંત કહી જણાવ્યું. આવી રીતે તે કુમાર ત્રીજે લાભ મેળવી બાળકો સાથે કીડામાં આસક્ત થયે. લાભ ૪ થી એકસરખા વેશવાળા તથા એસરખી વયના એ બાળકે અનેક કીડાઓથી રમતા રમતા જરા દૂર ગયા ત્યારે દૂર રહેલી એક વાવ જોઈ ખલ વજમુખ બેલ્ય, “જે પુરૂષ આ વાવમાં નિર્ભયપણે યથારૂચિ સ્નાન કરે તે પુરૂષ, સ્વર્ગમાં રહેનારી પ્રમહાજનને વશ કરનાર રૂપ પામે તથા આ તીર્થના પ્રભાવથી તે પુરૂષ સર્વ સંપત્તિઓનું નિવાસસ્થાન થાય છે.” વજમુખની આવી લાભબેધક વાણી સાંભળી સરલ બુદ્ધિને તે પ્રદ્યુમ્ન જેમ ગંગા નદીમાં મહાન ગજ પડે તેમ એક સાહસરૂપ સખાને સાથે સ્નાન માટે તે વાવમાં પડ્યો. જેમ મરાલ બે પાંખેથી માન સરોવરને તરે તેમ પ્રદ્યુમ્ન તે વાવમાં બે બાહુ વડે તરી ઈચ્છા મુજબ કીડા કરતે હતે. જલ કીડાને ધ્વનિ સાંભળી દેડી આવેલે તે તે વાવને અધિપતિ દેવ બોલવા લાગ્યું કે, “અરેરે ! આ કેણ પુરૂષ પોતાની દેહ ધેઈ આ મારી વાવને મલીન કરે છે! ખરેખર આ મારા ખડગથી અકાલ મરણ પામી તું
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy