________________
૧૧૨ પેંઠ ભુજા ઠકત ગુફામાં ગયે; જતાં જતાં ગુફામાં એક સભાગૃહ આવ્યું ત્યાં જઈ અત્યંત ભુજા ઠેકી તેના પ્રચંડ શબ્દથી ઘેરનિદ્રામાંથી જાગી ઉઠેલે એક મહાન નાગ, “અરે તું કેણ છે? એમ બોલતો આવી કુમારને કહે છે કે, “અરે દુષ્ટ ! દુરાચાર ! કેમ તે જાતે મરવા ધારે છે કે શું? જેથી તું સર્વ નાગના અધિપતિ મારા નિવાસસ્થાનમાં આવ્યો ?” આવાં વચન સાંભળી કેધયુક્ત થયેલા પ્રદ્યુમ્ન તે નાગને કહ્યું કે, “હું તે નાનું બાળક છું તેથી હું મરવા ઈચ્છતો નથી, પણ તું તે મરવા ઇચ્છતે જ હઈશ, કારણ કે તું વૃદ્ધ થયું છે, અને તેથી જ તું મારી સાથે નિરંકુશપણે બકે છે. માટે તને યમરાજાના ઘરને અતિથી કરી હું તારી ઇચ્છા પાર પાડીશ.”
આવી વચન યુક્તિથી જ સંતોષ પામેલે નાગ બે કે, “વત્સ! આ વાક્યરચનાથી જ મેં તારૂં સર્વ વંશાદિક જાણું લીધું; હે મહા ભાગ ! આ તારા સાહસથી તથા ચતુરાઈભરેલા વચનથી હું રંજિત થયેલ છું, માટે હું જે વસ્તુ આપું તે તું કૃપા કરી ગ્રહણ કર.” આમ કહી તે નાગે જેમાં પિતાની ઈચ્છા મુજબ નિદ્રા લઈ શકાય તથા જાગી શકાય તેવી એક શમ્યા તથા વણા આપી તથા પોતાને ગૃહરચના કરવાની ઈચ્છા થાય તે જ ક્ષણે ગૃહ નિર્માણ કરી શકાય તેવી એક વિદ્યા પ્રદ્યુમ્નને આપી. પછી હાથ જોડી નાગ બોલ્યા કે, “મહારાજ ! હું આપની આજ્ઞા ઉઠાવનારે દાસ છું. મારા જેવું કામ ફરમાવી મને કૃતાર્થ કરશો એમ આશા રાખું છું.”