________________
૧૧૦ પ્રદ્યુને કહ્યું કે, “તું આજથી મારે જ મહાભટ છે માટે આ મારી ગુફાની રક્ષા કરનાર તરીકે તું અહીંયાં સુખેથી રહે.” આમ કહી પ્રદ્યુમ્ન ચાલતા થયા ત્યારે પિતાને વળાવા માટે પાછળ ચાલ્યા આવતા તે રાક્ષસને મહા આદરપૂર્વક પાછો વાળી પ્રદ્યુમ્ન ગુફાની બહાર નીકળ્યો. આવતા કૃષ્ણપુત્રને જોઈ ઈર્ષાયુક્ત થયેલા, ખલની પેઠે મોઢે મીઠું બોલતા અને હૃદયમાં ક્રૂરતાથી ભરેલા તે બાળકે વિનયપૂર્વક હકીકત પૂછવા લાગ્યા. મુખમાં તથા હૃદયમાં ઈલ્લુસમાન મધુર ભાવવાળા હરિના પુત્રે તેઓની આગળ પિતાને જય નિવેદન કરનારી સર્વ વાર્તા કહી બતાવી; આવી રીતે બીજે લાભ મેળવી અધિક અધિક હર્ષ પામતે પ્રદ્યુમ્નકુમાર વજમુખાદિક બંધુઓની સાથે ક્રીડામાં તત્પર થયે.
લાભ ૩ જો રમતા રમતા તે બાળકે એક નાગદેવની ગુફા આગળ આવ્યા. ત્યારે મહાકપટી વજમુખ માયા કરી છે, જે માણસ આ ગુફાની અંદર જાય તે પુરૂષની સર્વ કામનાઓ પરિપૂર્ણ થાય, એ કારણથી હું ગુફામાં જાઉં છું અને તમે અહીંયાં જ બેસજો.” ત્યારે પ્રદ્યુમ્ન કહે છે કે, “હે ભાઈ ! ઉદાર દિલને આપ જરા મારી ઉપર કૃપા કરી મને જવા આજ્ઞા આપો.” ત્યારે કિંપાકના ફલની પેઠે અંદર દુષ્ટ અને મુખમાં મીઠા લાગતા વમુખે ગુફામાં જવા વિષે દઢ આગ્રહ કરાવી જવા આજ્ઞા આપી.
પુણ્યરૂપ મિત્રની સાથે પ્રદ્યુમનકુમાર વેગથી મલ્લની