________________
૧૦૯ મૂકી. પ્રતિધ્વનિને લીધે બમણી ગર્જના કરતા આવા અદ્વૈત સિંહનાદથી ક્ષણવારમાં જાગેલ, કેધને લીધે લાલચોળ નેત્રવાળો રાક્ષસ, “મારા ઘરમાં મરવા માટે બોલાવ્યા વિના આ મહામૂખ કેણુ આવેલો છે? એમ બેલત ખુલ્લી તરવાર લઈ રૂકિમસુતને મારવા માટે સત્વર આવ્યું. પ્રદ્યુમ્ન પણ કધથી લાલ નેત્ર કરી દેડી તેને હાથ પકડી તેના હાથમાંથી તરવાર લઈ લીધી. દાઢ પાડી નાખવાથી બળહીન થયેલા નાગની પેઠે પિતાના હાથમાંથી ખડગ જવાથી બળ રહિત તે રાક્ષસ શું કરે? તે સમયે તેણે વિચાર કર્યો કે,
કેઈથી પણ નહીં જીતાયેલા મને જીતી લેનાર આ કેઈ પણ મહાત્મા હવે જોઈએ, માટે મારે તે આની ખરેખર પૂજા જ કરવી ઉચિત છે.” આમ વિચારમાં ચતુર એ રાક્ષસ પાસે આવી પ્રણામ કરી બેલ્યો, “મહાભાગ ! મારા અપરાધને ક્ષમા કરે. આપની પાદ રજને સ્પર્શ થવાથી મારૂં ઘર આજે પાવન થયું તથા આજે સિંહાસન પણ સફળ થયું, કે જે સિહાસન ઉપર સિંહસમાન આપ બેઠા.” આમ કહી તે રાક્ષસે સ્થૂલ મુક્તામય, નિર્મલ અમૂલ્ય હાર પ્રદ્યુમ્નના કંઠમાં પહેરાવ્યો. ચંદ્ર સમાન વેત બે ચામર, ચંદ્રમંડલ સમાન એક છત્ર તથા રાજાને યોગ્ય ઉમદા વચ્ચે તથા આભરણો, મણિજડિત સુવર્ણને એક મુકુટ, કદાપિ ન કરમાઈ તેવા પુષ્પની માલા ઈત્યાદિક વસ્તુઓથી કુમારની પૂજા કરી, વશ થયેલો રાક્ષસોને અધિપતિ વાણીથી સત્કાર કરે છે કે, “હે નાથ ! હું આપને દાસ છું માટે આ દાસને ફરમાવે તે કાર્ય કરું.”