________________
૧૦૮ નેહ બતાવતા કૃત્રિમ વચન પ્રેમથી બોલ્યા કે, “અરે ભાઈ! અત્યાર સુધી તું ક્યાં હતો? ત્યાં આટલે બધે વખત કેમ લાગે? અમારા તે અહીંયાં પ્રાણ ઉડી ગયા; ભાઈ, બેલ, શું હકીકત બની.”
આમ કુટિલારોથી દૂષિત તે બાળકની આગળ નિષ્કપટી પ્રદુને સર્વ હકીકત કહી સંભળાવી અને પહેલે અમૂલ્ય લાભ પામી ખુશી થયે.
લાભ ૨ જે સર્વે બાળકે મળી રમવા સારૂ આગળ ચાલ્યા. ત્યાં એક ગુફા આવી તે જોઈ વજમુખ બે, જે પુરૂષ આ ગુફામાં જાય તે મહા ભાગ્યશાળી પુરૂષ અનેક સિદ્ધિ મેળવી આવે, માટે હું ગુફામાં પસું છું, અને તમે હું આવું ત્યાં સુધી અહીંયાં જ બેડા રહેજે.” આ વાત સાંભળી પુનઃ લાભ મેળવવાની અભિલાષા રાખતા રુકિમણુના પુત્રે કહ્યું, બંધુ વજમુખ ! તમે પિતે જ મને જવા આજ્ઞા આપે, આ ગુફામાં તે હું જ જઈશ અને તમે અહીંયાં બેસો.” ત્યારે વમુખ બોલ્યો, “ભાગ્યશાલિન ! ભલે, ઈચ્છા હોય તો ખુશીથી તું જ જા, તને સંપત્તિ મળશે એ મારી જ છે, હું તો એમ જ ધારું છું.” આમ કહ્યા પછી, મનસ્વી તથા એક સાહસની જ સહાયતા લેનારો પ્રદ્યુમ્નકુમાર પોતાના ઘરની પેઠે નિઃશંકપણે તે ગુફામાં પઠે. તેમાં કેટલેક દૂર ગમે ત્યારે એક રમ્ય સ્થાન આવ્યું. તે સ્થળમાં એક ખાલી સિંહાસન પડેલું હતું તે સિંહાસન ઉપર નિર્ભયપણે બેસી કૃષ્ણ પુત્રે સિંહનાદ કરી આખી ગુફા ગજાવી