________________
૧૦૭
નયનને અમૃતને પારણું સમાન પધાર્યા છે. માટે સ્વામિન! મંત્રગણુ, નિધિ, કોશ તથા રત્નાલંકારાદિક ગ્રહણ કરી આ તમારા સેવકને કૃતાર્થ કરે.” આમ કહી તે દેવે બે કુંડલ, ઉત્તમ હાર તથા બીજાં અમૂલ્ય આભરણે આપી કુમારને ભૂષિત કર્યા પછી કર સંપુટ કરી નમ્રતાપૂર્વક કહ્યું કે, “મહાભાગ ! શ્રી નમિનાથે કહેલા તમે મારા આજથી સ્વામી છે–પ્રભુ છે–અધિપતિ છે અને હું આજથી તમારે કિંકર છું માટે મારા જેવું કાર્ય ફરમાવી આ સેવકનો જન્મ સફળ કરે.”
ત્યાર પછી પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે, “તું મારો ઉત્તમ સદ્દ છે માટે તું મારા કહેવા મુજબ અહીંયા જ રહે, અને કોઈ કાર્ય પ્રસંગે હું તારું સ્મરણ કરી તને બેલાવું ત્યારે ક્ષણ માત્ર પણ વિલંબ ન કરતાં તારે સત્વર મારી આગળ હાજર થવું.” આમ કહી તેની રજા લઈ પ્રફુલ્લિત થયેલા ગાલ તથા નયનવાળ તથા ચલાયમાન બે કુંડલેથી ભવ્ય લાગતો પ્રદ્યુમ્નકુમાર તે કિલ્લામાંથી બહાર આવ્યા.
હવે જિન મંદિરની બહાર બેઠેલા વમુખ આદિ બાળકોએ ઘણે વખત થતાં પણ પ્રદ્યુમ્ન ન આવવાથી વિચાર્યું કે, પ્રદ્યુમ્ન અત્યાર સુધી આવ્યું નહીં તેથી નક્કી તે મરી જ ગમે છે માટે ચાલો આપણે હવે સુખેથી ઘેર જઈએ. આમ વિચાર કરી મનમાં અતિ હર્ષ પામેલા તે બાળકે ઘેર જવા તૈયાર થાય છે તેટલામાં કુસુમાદિકથી પૂજા થએલા, અનેક અમૂલ્ય આભરણેથી ભાસુર ચાલ્યા આવતા પ્રદ્યુમ્નને જોયે. જેમાં વાર જ સર્વે બાળકો કપટથી