________________
૧૦૬ હિરણ્યનાભે શ્રી નમિનાથને પૂછયું કે, “મહારાજ ! મને વિદ્યા તથા મંત્ર આપનાર આ દેવ છે, તે આટલા દિવસ સુધી તે હું તેને સ્વામી હતું અને હવે તો દીક્ષા લઈશ ત્યારે આ પ્રભુ વગરને થઈ જશે. માટે આપ વિચારી કહે કે ભવિષ્યકાલમાં આ દેવને પ્રભુ કેણ થશે ?”
શ્રીમાન નમિનાથ પ્રભુ બોલ્યા કે, “રાજન્ સાંભળ. આજ ભરતક્ષેત્રમાં બાવીસમા નેમિનાથ નામે તીર્થકર થશે. તથા વસુદેવને પુત્ર કૃષ્ણ નામે નવમા અદ્ધચક્રવતી થશે, તેની રૂકિમણ નામની પત્નીથી ઉત્પન્ન થયેલે મહા બળવાન મહા સાહસિક તથા ભાગ્યશાળી પ્રદ્યુમ્નકુમાર તે કિલ્લામાં આવી વિદ્યા મંત્રાધિપતિ દેવની સાથે સંગ્રામ કરી દેવને જીતી લેશે તે કુમાર આ દેવને સ્વામી થશે.”
નમિનાથની વાણી સાંભળી પ્રમોદ પામેલા હિરણ્યનાભ મંત્રાધિપ દેવને કહ્યું, “તું આ કિલ્લામાં જ રહે. જે પુરૂષ આ કિલ્લામાં આવી તારી સાથે મહા યુદ્ધ કરી તેને જીતી લે તે પુરૂષને તારે સ્વામી જાણુ. મારી આજ્ઞાની પેઠે તે સ્વામીની આજ્ઞા તારે શિર ચડાવવી.” આમ કહી હિરણ્યનાભે ચારિત્ર લીધું. દ્વાદશાંગનો પાઠ કરી, ઘેર તપ તપી, ઘાતિ કર્મોને નિમૅલ ઉછેદ કરી તે પવિત્રાત્મા પુણ્યશાળી હિરણ્યનાભ ભૂપાલ શિવપદ પામ્યા.
પરંપરાગત ભુજનાસુર દેવ પ્રદ્યુમ્નને કહે છે, “હે સ્વામિન્ ! મંત્રગણુનો સ્વામિ હું તે દિવસથી સ્વામિની રાહ જેતે જેતે આ કિલ્લામાં રહેલું છે. જેના દર્શનને ચિરકાલથી ચાહતે હતા તે આપ આજ ભાગ્ય યોગે મારા