________________
૧૦
મહા બળવાન તે રાજાએ ઘણા વખત સુધી રાજ્ય કર્યું. વૃદ્ધાવસ્થામાં પિતાને વૈરાગ્ય થવાથી પુત્રને રાજ્ય ભાર શેંપી ત્રત ગ્રહણ કરવા ઉત્સુક થયેલ હિરણ્યનાભ શ્રી નમિનાથને વાંદવા માટે ચાલ્યો. નમિનાથની આગળ જઈ વાંદી તથા વચનામૃત સાંભળી અધિક વૈરાગ્ય થવાથી રાજાએ નમિનાથની આગળ વ્રત લેવાની માગણી કરી. ત્યારે શ્રી નમિનાથે કહ્યું કે વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા હોય તો તેમાં જરા પણ વિલંબ ન કર. જે કાલે કાર્ય કરવાનું હોય તે આજે જ કરી લે, કારણ કે મનના પરિણામ ક્ષણવારમાં બદલાઈ જાય છે. માટે જે કાર્ય કરવાનું વિચાર જે સમયે થાય તે કાર્ય તે સમયે કરી લેવું ઉચિત છે.”
પહેલાં જ રાજાને વત ગ્રહણ કરવાની ઈચ્છા થઈ હતી તેમાં નમિનાથે પુષ્ટિ કરી તેથી રાજા તે ગ્રહણ કરવામાં વિશેષ ઉત્સુક થયે. નમિનાથને પ્રણામ કરી રાજાએ પ્રાર્થના કરી, “હે પ્રભો ! મને આપ વ્રત આપો”
આવી રીતે વતની માગણી કરતા હિરણ્યનાભને જોઈ વિદ્યા તથા મંત્ર આપનાર દેવે કહ્યું કે, મહારાજ ! આપ તે ભવને મૂલતઃ ઉછેદ કરનારી દીક્ષા લે છે તે હે નાથ ! આ અનાથ મારી શી ગતિ થવાની? જેમ તમે રાજ્ય પુત્રને સેંપી દીધું તેમજ મને પણ કઈ યોગ્ય પુરૂષને સેપી પછી તમારે દીક્ષા લેવી ઉચિત છે. મતલબ કે મારે અધિપતિ કરી પછી દીક્ષા લે.”
“આવી રીતે વિદ્યામંત્રના અધિપતિ દેવે કહેવાયેલા