________________
હિરચના કનકના
પિતાના પુત્ર મુનિરાજ
૧૦૪ : નદીઓ સમુદ્રને જઈ મળે તથા કળાએ ચંદ્રને જઈ મળે છે તેમજ અનેક ભૂપની પુત્રીઓ આવી સ્વયંવરપણે તે હિરણ્યનાભને વરી. સંસારમાં વિરક્ત થયેલા તથા વ્રત લેવા ઉત્સુક થયેલા કનકનાભ ભૂપાલે રાજ્યગ્ય થયેલા પુત્રને જાણું સિંહાસન ઉપર બેસાડી પોતાના પુત્રને પટ્ટાભિષેક કર્યો. તે સમયે તેના ગામમાં વિહિતાશ્રવ નામે મુનિરાજ આવ્યા; આ વાતની કનકનાભને ખબર પડતાં સત્વર મુનિની આગળ જઈ વંદન કરી તેની આગળ ભાવપૂર્વક વ્રત ગ્રહણ કર્યું. બુદ્ધિશાળી કનકનાભે મુનિની આગળ સંપૂર્ણ દ્વાદશાંગીનું અધ્યયન કર્યું; ઘણુ વખત સુધી ઘોર તપ તપી તે મુક્તિમાં કારણભૂત તથા શાશ્વતું કેવલજ્ઞાન પામે.”
તેના પછી નીતિશાસ્ત્રવેત્તા હિરણ્યનાભ રાજા પોતાના પિતાનું રાજ્ય પાલવા લાગ્યા. એક દિવસે ગોખમાં બેઠેલા હિરણ્યનાભે અનેક વિદ્યાને જાણનાર મહા સમૃદ્ધિમાન ચાલ્યા જતા કોઈએક દૈત્યરાજાને જોઈ મનમાં વિચાર્યું કે, મારી રાજ્યની સંપત્તિને ધિક્કાર છે અને વિદ્યાહીન મને જીવવા કરતાં મરવું વધારે ઉત્તમ છે. માટે હું આ રાજ્યને થાપણની માફક નાના બંધુને સેંપી ગહન વનમાં જઈ તે વિદ્યાઓ સાધુ જેમ યતિ પુરૂષ વિષયને વશ્ય કરે છે તેમ હું પણ સર્વ મંત્રોને વશ્ય કરૂં. આમ મનમાં વિચાર કરી પિતાના અનુજ બંધુને રાજ્ય સોંપી સિદ્ધ વનમાં જઈ ધારેલું કાર્ય સત્વર સિદ્ધ કર્યું. હિરણ્યનાભ રાજા સર્વ વિદ્યા તથા સર્વ મંત્રો સિદ્ધ કરી પિતાની નગરીમાં ઉત્સવપૂર્વક આવ્યો. પિતાના ભાઈ પાસેથી રાજ્ય લઈ વિદ્યા મંત્રના પ્રતાપથી