________________
૧૦૧ પણ ઉપાયથી સહસા મારી નાખે; પણ બંધુઓ ! આપણું સર્વ કરતાં તે અધિક બળવાન છે તેથી આપણે તેને બળથી તે નહીં મારી શકીયે પણ કપટથી તેને માર.”
આમ સલાહ કરીને સર્વ બાળકે પ્રદ્યુમ્ન કુમારને ઠાર મારી નાખવા માટે છલ કરવામાં તત્પર થયા. કેટલાકે તે વિષમિશ્રિત અન્ન આપ્યું પણ તે તે પ્રદ્યુમ્નને અમૃત સમાન સ્વાદિષ્ટ થયું. કેઈ બાળકેએ સુતેલા પ્રદ્યુમ્નની શય્યામાં મેટા સર્પો નાખ્યા પણ તે તે સુંદર કુસુમ માળા સમાન સુખજનક થયા.
તે બાળકોએ પ્રદ્યુમ્નને મારવા માટે આવા સેંકડો ઉપાય કર્યા પણ પુણ્યાત્માથી પ્રદ્યુમ્નનું તલમાત્ર પણ બુરું ન થતાં ઉલટું શુભ જ થયું.
પછી વજદંટાદિક બાળક પ્રદ્યુમ્નની સાથે મિત્રતા કરી રમવા માટે પ્રદ્યુમ્નને સાથે લઈ વિજ્યાદ્ધગિરિ ઉપર વિરાજતા જિતેંદ્ર ભવનમાં શ્રી જિનનાયકોને અભિનંદન કરવા ગયા. ત્યાં જઈ સર્વ બાળકે શ્રી તીર્થકરેની ભાવપૂજા કરી ત્યાંથી બહાર નીકળી એક સુંદર ઓટલા ઉપર બેઠા. તે બાળકને પર્વતના ઉંચા પ્રદેશમાં રહેલ રમ્ય તથા અતિ ઉચે એક કિલ્લે જોવામાં આવ્યું, ત્યારે વજી સમાન કઠેર હૃદયવાળો પ્રદ્યુમ્ન ઉપર દુષ્ટ વિચાર ધારનારે સર્વ બાળકમાં માટે વજમુખ બે કે, “બંધુઓ , મેં એક વૃદ્ધ પુરૂષના મુખેથી વાક્ય સાંભળેલ છે તે તમે સાંભળે; જે પુરૂષ અશકિતપણે આ કિલ્લાની અંદર જાય, તે પુરૂષને નિચે અપૂર્વ અર્થની પ્રાપ્તિ થાય છે માટે તમે