________________
ઉથ સપ્તમ સ હવે કાલસંવર રાજાને ત્યાં પ્રદ્યુમ્ન કુમાર, શુકલપક્ષના ચંદ્રની પેઠે તથા ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની પેઠે, પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. લેકોના લેચનને ચંદ્રમાન શીતલ કરનાર, તથા રૂપ લાવણ્યથી સંપન્ન પ્રદ્યુમન કુમારે આઠ વર્ષની વય થતાં જ સમગ્રકલાઓ ગ્રહણ કરી લીધી. એમ અનુક્રમે વૃદ્ધિ પામતાં પામતાં રાજ્યોગ્ય અવસ્થાને પામે. મારી રાજ્યગાદીને ભાવનાર તથા રાજ્ય કરવાને
ગ્ય આજ કુમાર છે, માટે બીજાઓને તે ન આપતાં મારે તે કેવલ આ કુમારને જ રાજ્ય આપવું એમ કાલસંવર રાજાની ઈચ્છા થઈ. હે શ્રેણિક રાજા ! વિદ્યાધરોના અધિપતિ કાલસંવર રાજાની રૂપસૌદર્યથી સંયુક્ત પાંચશે સ્ત્રીઓ હતી અને તે સ્ત્રીઓના રૂપસંપન્ન પુત્રો પણ ઘણા હતા તે પણ તેમાંથી એકને પણ રાજ્ય આપવાની ઈચ્છા ન થતાં કેવલ પ્રદ્યુમ્ન કુમારને રાજ્ય અર્પણ કરવાની રાજાને ઈચ્છા થઈ. કાલસંવરના બીજા પુત્રોને આ વાતની ખબર પડતાં સર્વે બાળકો એકઠા થઈ પરસ્પર સલાહ કરે છે કે, “હે બંધુઓ! આ વાતને વિચાર કરે, અને જે કાંઈપણ ઉદ્યોગ ર્યા સિવાય એમ ને એમ બેઠા રહેશું તે કઈ એક રઝળતે રઝળતે આવેલે તથા જેના કુળની તે ખબર જ નથી કે કયા કુળને છે અને કઈ જાતિને છે તે અતિ મૂર્ખ પ્રદ્યુમ્ન આપણા રાત્યને લઈ લેશે, તે તે આપણે જીવતા છતાં મૃતપ્રાય જ સમજવા માટે આપણે એ બાળકને કઈ