________________
સીમંધર સ્વામીને પ્રણામ કર્યા.
સોળ વર્ષ પછી પુત્રને સમાગમ થશે એમ સીમંધર સ્વામીના વચન સાંભળી હર્ષ પામેલી તથા પુત્ર ઉપર મહિત થયેલી રૂકિમણું વારંવાર પિતાના પુત્ર સંબંધી સમાચાર નારદને પૂછવા લાગી, ત્યારે નારદે કહ્યું કે, “હે પુત્રી ! કાલસંવર રાજાને ત્યાં રહેલા તારા પુત્રને મેં જોયા. છે અને ખુશીમાં છે. જેમ કે કાગડીના માળામાં રહેલા બાળકને પિતાના માળામાં જ રહેલું જ જાણે છે તેમ ત્યાં રહેલા તારા પુત્રને મારા ઘરમાં જ રહ્યો છે એમ હું જાણું. તું તે સંબંધી જરા પણ ઉદ્વેગ ના કર. કનકમાલા તારા કરતાં સરસ રાખે છે.” આમ કહી નારદમુનિ ગગન માગે ચાલતા થયા.
હે શ્રેણિકરાજન ! નારદમુનિનાં મનને સંતોષકારક વચન સાંભળી હર્ષ પામેલી રૂકિમણી સીમંધર સ્વામીનું ધ્યાન ધરતી ધરતી, તથા અહર્નિશ પુત્રના સમાગમની રાહ જોતી જોતી, ધર્મપરાયણ થઈ
મહામહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિએ બનાવેલા શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યમાં, રૂકિમણીએ પૂર્વભવમાં કરેલાં કર્મનું પ્રશ્ન, સીમંધર સ્વામી પાસેથી શ્રી દ્વારિકામાં નારદનું આવવું, શ્રી સીમંધર સ્વામીએ કહેલું પ્રદ્યુમ્નનું વૃત્તાંત કહેવાથી શ્રી કૃષ્ણ રુકિમણી આદિ યાદવને સંતોષ પમાડે, ઈત્યાદિ વર્ણન દર્શાવનારે છઠ્ઠો સર્ગ સમાપ્ત થયો.