________________
નમાવ્યું ત્યારે મુનિએ તે બાળકના મસ્તક ઉપર પિતાને હાથ મૂકી આશીર્વાદ આપે કે, “હે વત્સ! ચિરંજીવ રહેજે, મહટે થજે અને તારા માતાપિતાના મનેરશે પરિપૂર્ણ કરજે, અને ખુશીમાં રહેજે.”
આમ આશીર્વાદ આપ્યા પછી કાલસંવર રાજાએ તે પુત્રને અંતઃપુરમાં મેકલાવ્યો. નારદમુનિ શેડે વખત ત્યાં બેસી ઉઠી નીકળ્યા.
અંતઃકરણમાં આનંદ પામતા, તથા કૃતાર્થ થયેલા નારદમુનિ શ્રી દ્વારિકાપુરીમાં આવી, શોકાતુર થઈ કરતલ ઉપર લમણે રાખી બેઠેલા, યાદોથી ઘેરાયેલા કૃષ્ણને જોઈ સભામાં ગયા.
નારદમુનિને આવતા જોઈ આનંદ પામેલા કૃષ્ણદિક યાદ આસન ઉપરથી ઉઠી આદરપૂર્વક સામા ગયા. મુનિને પ્રણામ કરી સર્વ યાદ મુનિને આગળ કરી સભામાં આવી પિતપોતાના આસન ઉપર બેસી ગયા. મુનિ પણ યોગ્ય આસન ઉપર બેઠા. ક્ષણવાર મૌન રહી નારદમુનિએ શ્રવણ કરવા ઉત્સુક થયેલા સર્વ યાદના સાંભળતાં, કૃષ્ણની આગળ સીમંધર પ્રભુએ કહેલું પ્રદ્યુમ્નનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. આ વાતની રૂકિમણીને ખબર પડતાં તેણે દાસીને મેકલી પિતાને ઘેર મુનિને બોલાવ્યા. નારદ રુકિમણીને ઘેર ગયા. રૂકિમણુએ મુનિને કહ્યું કે, મહારાજ, પ્રથમથી સર્વ વૃત્તાંત કહે, ત્યારે નારદમુનિએ સીમંધર પ્રભુએ કહેલા રૂકિમણુના લક્ષ્મીવતી ઈત્યાદિક સર્વ ભે કહી બતાવ્યા, આ સાંભળી રુકિમણીએ ત્યાં બેઠાં બેઠાં જ