________________
૯૭. તે રૂકમણી હાલ કૃષ્ણ મહારાજની મુખ્ય પટણી થયેલા છે; પૂર્વ ભવમાં કરેલાં કર્મના યોગથી રુકિમણી સેળ વર્ષ સુધી પુત્રને વિયેગને અનુભવ લેશેઃ સેળ વર્ષ પછી રુકિમણને પુત્રને સમાગમ થશે. આ વાત નિઃસંદેહ છે. હે નારદ ! જ્ઞાનિ પુરૂએ જ્ઞાનદષ્ટિથી જોયેલી હકીકત લેશમાત્ર પણ અન્યથા ન થાય.
મહાવીર ભગવાન શ્રેણિક રાજાને કહે છે કે, હે રાજન ! આવી રીતે શ્રી સીમંધર સ્વામીની મધુર વાણું સાંભળવાથી સર્વ સંશ દૂર થઈ જવાને લીધે અતિ પ્રસન્ન થયેલા નારદમુનિ સીમંધર પ્રભુને વાંદી, ત્યાંથી ઉઠી, વૈતાય પર્વત ઉપર આવેલા મેઘકૂટપુરમાં ગયા. કાલસંવર રાજા નારદમુનિને આવતા જોઈ મસ્તક નમાવી ભાવથી મુનિને પ્રણામ કરી, શુભ આસન ઉપર બેસાડી નમ્રતાપૂર્વક કહે છે કે, “મહારાજ ! આજે મારે કઈ શુભનો ઉદય થયે હશે કે જેથી આપનું પધારવું થયું; હું આજે કૃતાર્થ થયા છું.” નારદમુનિએ પણ રાજાને કુશલ સમાચાર પૂછયા. અન્ય વાર્તાઓ કરતાં કરતાં મુનિ બોલ્યા કે, “હે રાજન ! તારી કનકમાલા નામની પટરાણને પુત્ર જન્મ થયે છે, એમ સાંભળ્યું છે તે તે બહુ જ સારું થયું હું પણ એ બાળકને જોઈ ખુશી થાઉં માટે મને તે બાળક બતાવે.” | મુનિનાં વચન સાંભળી કાલસંવર રાજાએ સુવર્ણના આભરણોથી સુશોભિત, અષ્ટમીના ચંદ્ર સમાન ભાલવાળા પ્રદ્યુમ્ન નામના બાળકને લઈ આવી, મુનિના ચરણમાં