________________
આપને મેં કઈક વખત જોયા તે છે પણ મને તેનું સ્મરણ નથી આવતું માટે આપ કહો.”
તેને પ્રશ્ન ધ્યાનમાં લઈ મુનિએ તેના સમગ્ર પૂર્વ ભવ કહી બતાવ્યા. “હે ઢીમરની પુત્રી ! આ તારું શરીર પૂર્વ ભવમાં સાધુની નિંદારૂપ બાંધેલાં કર્મને લીધે જ દુર્ગધિ થયું છે, કારણ કે, સર્વ પ્રાણીઓનું અશુભાદિક, પૂર્વે કરેલા કર્મોથી જ નિપજે છે.”
મુનિનાં વચન સાંભળી જાતિસ્મરણ થવાથી પિતાના સર્વ ભવોને જોતી તે સ્ત્રી પોતે કરેલી મુનિની નિંદાને નિંદતી દૂર ઉભી મુનિને ખમાવ્યા તે પછી કંદમૂલાદિક આહારને ત્યાગ કરી ઉત્તમ શ્રાવિકા બન કેટલેક સમયે ત્યાં ધર્મશ્રી નામે સાધ્વી આવ્યાં ત્યારે મુનિ તે સાધ્વીને આ શ્રાવિકા સેંપી પિતે વિહાર કરી ગયા. તે શ્રાવિકા તે સાધ્વીની સાથે ઘણું વખત સુધી રહી; ધર્મશ્રી સાધ્વી કઈ એક ગામમાં ગયાં અને ગામમાં રહેનારા “નાગિલ” નામના શ્રાવકને તે શ્રાવિકા સાધ્વીએ સોંપી; નાગિલ નામના શ્રાવકે તેને પિતાના ઘરમાં રાખી; તે શ્રાવિકા તે શ્રાવકને ત્યાં રહીને જીનેશ્વર મહારાજની પૂજા તથા ઘણું ઉપવાસ કરવા લાગી; નમસ્કાર મંત્ર ગણવા લાગી; પિતે કરેલાં દુષ્કૃત કર્મને પશ્ચાતાપ કરતી હતી એવી રીતે ધર્મ કાર્યમાં સદા તત્પર થયેલી તે શ્રાવિકા નાગિલ શ્રાવકને ઘેર બાર વર્ષ સુધી રહી. અંતે અનશન લઈ પ્રાણ ત્યાગ કરી પંચાવન પલ્યોપમ આયુષ્ય ધરનારી અમ્યુરેંદ્રની મુખ્ય પટરાણી થઈ ત્યાંથી વી કુલિનપુરના ભીમરાજાની રુકિમણું નામે પુત્રી થઈ