________________
૯૫
નામના પુરમાં મચ્છીમારની પુત્રી થઈ; સાક્ષાત્ પાપના શરીર સમાન અતિ દુર્ગંધી, ભસ્મ સમાન વ વાળા શરીરને ધારણ કરનારી થઈ. પેાતાની પુત્રીના શરીરની ગંધને નહીં સહન કરી શકતા તેના માતપિતા, લજજા છેડી દઈ ફક્ત બે ત્રણ દિવસની થયેલી પેાતાની પુત્રીને નદા નદીના તીર ઉપર મૂકી દઈ ચાલતાં થયાં; નર્મદા નદીના તીર ઉપર પડેલી તે છોકરી દૈવયેાગથી પાષણુ પામી ચુવાવસ્થાને પામી; તે યુવાન સ્ત્રી, જતાં આવતાં લેાકેાને વહાણમાં બેસાડી નદા નદી ઉતારતી હતી; પેાતાનુ પેટ ભરવા માટે તે સ્ત્રી આ ઉદ્યોગ કરતી ત્યાંજ રહેતી હતી; એક વખતે શીતકાળમાં સમાધિગુપ્ત નામે ઋષિ ત્યાં આવ્યા; નાઁદા નદીના તટ ઉપર તે મુનિ કાયાત્સગ ગ્રહણ કરી બેઠા; એ ઘડી રાત્રી ગયા પછી અતિ શીતથી પીડાતા તથા ધ્રુજતા મુનિને જોઈ તે ઢીમરની પુત્રીને દયા આવી કે, આ મુનિ આવી ટાઢને કેમ સહન કરી શકશે ? એમ વિચારી તે સ્ત્રીએ તે મુનિને ઘાસથી ઢાંકી દ્વીધા; ત્યાર પછી પ્રાતઃકાલ થયા ત્યારે મુનિ કાચાત્સગ માંથી ઉઠ્યા. તે સમયે ઢીમરની પુત્રીએ આવી મુનિને વાંદ્યા, ત્યારે મુનિએ ધર્મલાભ આપ્યું; આ સ્ત્રી ધમ જાણવા ઇચ્છે છે એમ ધારી મુનિએ તે સ્ત્રીને ધાર્મિક ઉપદેશ આપ્યા; ધાર્મિક ઉપદેશ સાંભળી મનમાં પ્રસન્ન થયેલી તે સ્ત્રીએ વિચાયુ કે પુણ્યશાળી આ મહાત્માનાં કોઈ વખત મેં દન કર્યાં છે પણ મને તે સાંભરતું નથી, માટે મહાજ્ઞાની આ મહાત્માને પૂછી જોઉં. આમ મનમાં વિચાર કરી તેણીએ મુનિને કર જોડી પૂછ્યું કે, “મહારાજ !