________________
તે પુરૂષના આગ્રહથી લક્ષ્મીવતીનું ઘર છોડી તે પુરૂષને ઘેર ગયા. ઝરતા પરસેવાના બિંદુવાળું, મલીન વસ્ત્રને ધારણ કરનારૂં તથા અતિ કૃષિ મુનિના શરીરને જોઈ ચૂ ચૂ કરતી, ન બેલાય તેવા કઠેર શબ્દ બોલતી લક્ષમીવતીએ પુનઃ આવવાની શંકાથી બાર બંધ કરી દીધાં.
હે નારદમુનિ ! મુનિ ઉપર આક્રેશ કરવાથી બંધાયેલા કર્મ વડે તે લક્ષ્મીવતીને આખા શરીરમાં ગલતુ કેઢ થયે; વિષ્ટાના પાત્ર સમાન અસહ્ય દુર્ગધવાળું શરીર બની ગયું; શાસ્ત્રમાં ચેગિ પુરૂષોએ કહ્યું છે કે -
अत्युग्र पुण्यपापानामिहैव फलमाप्यते ॥ त्रिभिर्वर्षे स्त्रिभिर्मासै स्त्रिभिः पक्ष त्रिभि दिनै ॥१॥
અથ–પુણ્ય અથવા પાપ અતિ ઉઝ કરેલાં હોય તે તેનું ફળ આજ ભવમાં ત્રણ દિવસની અંદર મળે છે; તે પહેલા વર્ગ કરતાં કઈ હલકાં પુણ્ય પાપ હોય તે દોઢ માસમાં જ તેનું ફળ મળે છે. બીજા વર્ગના કરતાં કંઈક ઓછાં પુણ્ય પાપ હોય તો તેનું ફળ ત્રણ માસની અંદર મળે છે; ત્રીજા વર્ગ કરતાં ઘણાં ઓછા પુણ્ય પાપ હોય તે ત્રણ વર્ષની અંદર તેનું ફળ મળે છે. મુનિજનના તિરસ્કારનાં ફળ રૂપ દુસહ વેદનાને નહી સહન કરી શકતી લક્ષમીવતી અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામી રજકને ઘેર ગર્દભી (ગધેડી) થઈ ઘણે વખત તે અવતાર ભગવી મૃત્યુ પામી શુકરની (સુવરની) સ્ત્રી થઈ ત્યાં પણ છેડે વખત જીવી મૃત્યુ પામી કુતરી થઈ તે અવતારમાં મનુષ્યનું આયુષ્ય બાંધી દાવાનલ (વનને અગ્નિમાં બળી જવાથી પ્રાણ ત્યાગ કરી ભૃગુકચ્છ