SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૪ નોંધ :- પ્રસ્તુત ગાથામાં મિથ્યાષ્ટિકરાશ્રયા એ ઓઘદૃષ્ટિનું વિશેષણ છે, અને સમેઘ-અમેઘ રાત્રિ આદિમાં સગ્રહાદિ, અર્ભકાદિને જેમ દૃષ્ટ પદાર્થમાં બોધનો ભેદ પડે છે, તેમ પારલૌકિક પ્રમેયમાં બોધના ભેદવાળી ઓઘદૃષ્ટિ છે, તેમ બતાવેલ છે. જ્યારે ૨૦મી બત્રીસી અને બ્લોક નં. ૨૪માં – સમેઘ-અમેઘ રાત્રિ આદિમાં સંગ્રહાદિની જેમ' - તેમ દૃષ્ટાંત બતાવીને આદિ પદથી મિથ્યાદૃષ્ટિ અને ઇતરનું ગ્રહણ કરેલ છે. તેથી મિથ્યાષ્ટિ અને ઇતર પણ દૃષ્ટાંતમાં ગ્રહણ થાય છે, પરંતુ ઓઘદૃષ્ટિના વિશેષણરૂપે ગ્રહણ થતા નથી અથવા પ્રસ્તુત ગાથામાં ‘સપ્રદર્પવવત્' એ ઓઘદૃષ્ટિ સાથે સમાસરૂપે પણ હોય એમ સંભાવના છે. વળી પ્રસ્તુત ટીકામાં પણ ભાવાર્થ બતાવ્યો છે, ત્યાં મિથ્યાષ્ટિ અને ઇતરને દષ્ટાંતમાં ગ્રહણ કરેલ છે. પરંતુ શ્લોકમાં મિથ્યાષ્ટિકરાશ્રયા ઓઘદૃષ્ટિનું વિશેષણ કરેલ છે. તેથી શ્લોક સાથે ટીકાનું જોડાણ ખ્યાલ આવતું નથી, પરંતુ ટીકાના લખાણ પ્રમાણે જ બત્રીશીનું લખાણ દેખાય છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ટીકા - इहौघदृष्टिानावरणीयादिकर्मक्षयोपशमवैचित्र्याच्चित्रा, समेघामधं च तद्रात्र्यादि च आदिशब्दाद् दिवसपरिग्रहः तस्मिन्, सग्रहादिश्चासौ अर्भकादिश्चेति विग्रहः, प्रथमादिशब्दादग्रहपरिग्रहः, द्वितीयादिशब्दादनर्भकपरिग्रहः, 'ओघदृष्टिः' सामान्यदर्शनं भवाभिनन्दिसत्त्वविषया, मिथ्यादृष्टिश्चेतरश्च मिथ्यादृष्टीतरौ तदाश्रया, काचाद्युपहतो मिथ्यादृष्टिः, तदनुपहतस्त्वितर इत्यक्षरगमनिका । જ્ઞાનાવરીયાર્મિક્ષયોપશમા ' માં મદ’ શબ્દથી દર્શનાવરણીય કર્મ લેવું. ટીકાર્ય - રૂદોષ .રૂક્ષરમનિ ! અહીં=પારલૌકિક પ્રમેયના વિષયમાં=પરલોકની વિચારણામાં ઉપયોગી પદાર્થના વિષયમાં, જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમના ચિત્રથી ચિત્ર પ્રકારની ઓઘદૃષ્ટિ છે. તે કેવી છે તે બતાવે છે - સમેઘ અને અમેઘ એવી રાત્રિ, અને આદિ શબ્દથી દિવસ ગ્રહણ કરવો. તેમાં સમેઘ, અમેઘ રાત્રિ આદિમાં. હવે “સત્તાઘર્મવાવિવ’ નો સમાસ બતાવે છે. સંગ્રહાદિ એવો અર્ભક આદિ, એ પ્રમાણે સમાસનો વિગ્રહ કરવો. સગ્રહ આદિ અર્ભક આદિમાં પ્રથમ આદિ શબ્દથી અગ્રહનું ગ્રહણ કરવું અને બીજા આદિ શબ્દથી અનર્ભકનું ગ્રહણ કરવું. ઓઘદષ્ટિ=સામાન્ય દર્શન, ભવાભિનંદી જીવતા વિષયવાળી છે. મિથ્યાદષ્ટિ અને ઈતર તે મિથ્યાષ્ટિાંતર, તે બેના આશ્રયવાળી ઓઘદૃષ્ટિ છે. અહીં મિથ્યાદષ્ટિ શબ્દથી શાસ્ત્ર પ્રસિદ્ધ મિથ્યાદષ્ટિ ગ્રહણ કરવાની નથી, પરંતુ જેવી ચક્ષુ કાચ આદિથી ઉપહત હોય તે મિથ્યાષ્ટિ, અને જેની ચક્ષુ કાચ આદિથી અનુપહિત હોય ચક્ષુમાં મોતિયો, ઝામર આદિ કંઈ ન હોય, તે ઇતર સમ્યગ્દષ્ટિ, આ પ્રમાણે શ્લોકનો અક્ષરાર્થ છે.
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy