________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૪
પ૯ ટીકા :
भावार्थस्तु-एका समेघायां रात्रौ दृष्टिः किंचिन्मात्रग्राहिणी, अपरा त्वमेघायां मनागधिकतरग्राहिणीति, आदिशब्दादिवसग्रह इति, तदेका समेघे दिवसे तथाऽपराऽमेघ इति, अस्ति चानयोर्विशेषः, इयमपि सग्रहस्य द्रष्टुः, आदिशब्दादग्रहस्य च, भवत्यनयोरपि विशेषः, चित्र(त्त)विभ्रमादिभेदात्, इयमप्यर्भकस्य द्रष्टुः, आदिशब्दादनर्भकस्य च, अस्त्यनयोरपि भेदो विवेकवैकल्यादिभेदात्, इयमपि मिथ्यादृष्टे: काचाद्युपहतलोचनस्य, इतरस्य तदनुपहतलोचनस्येति । यथेष दृष्टिभेद एकस्मिन्नपि दृश्ये चित्रोपाधिभेदात्, तथा पारलौकिकेऽपि प्रमेये क्षयोपशमवैचित्र्यतश्चित्रा प्रतिपत्तिभेद इति । एतन्निबन्धनोऽयं दर्शनभेद इति योगाचार्याः । न खल्वयं स्थिरादिदृष्टिमतां भिन्नग्रन्थीनां योगिनां, यथाविषयं नयभेदावबोधभावादिति प्रवृत्तिरप्यमीषां परार्थं शुद्धबोधभावेन विनिवृत्ताऽऽग्रहतया मैत्र्यादिपारतन्त्र्येण गम्भीरोदाराशयत्वात् चारिचरिकसंजीवन्यचरकचारणनीत्येति, अलं प्रसङ्गेन ।।१४।। ટીકાર્ચ -
શ્લોકનો ભાવાર્થ વળી આ પ્રમાણે છે – સમેઘ રાત્રિમાં એક દૃષ્ટિ=ચક્ષ, કંઈક માત્ર ગ્રહણ કરનારી છે. બીજી દૃષ્ટિ વળી અમેઘમાં થોડું અધિકતર ગ્રહણ કરનારી છે. સમેઘ-અમેઘ રાત્રિમાં આદિ શબ્દથી દિવસનું ગ્રહણ કરવું. ત્યાં એક સમેઘ દિવસમાં અને બીજી અમેઘ દિવસમાં જોનારી દષ્ટિ છે. એથી આ બેમાં=સમેઘ-અમેઘ દિવસે જોતારી દૃષ્ટિમાં, વિશેષ છે=ભેદ છે. આ પણ=સમેઘ-અમેઘ રાત્રિ અને દિવસમાં ગ્રહણ કરનારી દૃષ્ટિ પણ, સગ્રહ દષ્ટાની અને આદિ શબ્દથી અગ્રહ દાની છે. આ બેમાં પણ=સગ્રહ અને અગ્રહ દાની દષ્ટિમાં પણ, વિશેષ=ભેદ છે; કેમ કે ચિત્તનો વિભ્રમ આદિ ભેદ છે. અહીં ચિત્તવિભ્રમઆદિમાં આદિ પદથી ચિતનો અવિભ્રમ ગ્રહણ કરવાનો છે. આ પણ=સગ્રહ અને અગ્રહ દૃષ્ટાની દૃષ્ટિ પણ અર્ભકદાની અને આદિ શબ્દથી અનર્ભકદાની છે. આ બેનો પણ=અર્ભક-અતર્ભકદણની દૃષ્ટિનો પણ, ભેદ છે; કેમ કે વિવેકવૈકલ્યાદિનો ભેદ છે. વિવેકવૈકલ્યાદિમાં આદિ પદથી વિવેકઅવૈકલ્યનું ગ્રહણ છે. આ પણ-અર્જક-અતર્ભકદાની દૃષ્ટિ પણ, મિથ્યાદષ્ટિની=કાચ આદિ ઉપહત લોચતવાળાની અને ઈતરની=અાપહત લોચાવાળાની છે. ‘તિ' શબ્દ દષ્ટિની તરતમતાના નિયામક દાંતના કથનની સમાપ્તિ માટે છે.