SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૩-૧૪ (૫) સ્થિરાદષ્ટિ :- દીપ્રાદષ્ટિમાં દીવા જેવો પ્રકાશ છે, પરંતુ દીવાનો પ્રકાશ સ્થિર હોતો નથી, પવનના ઝપાટાથી મંદ-તીવ્ર થાય છે, તેવો બોધ ચોથી દૃષ્ટિમાં છે; જ્યારે પાંચમી દૃષ્ટિમાં થયેલો બોધ સ્થિર હોય છે; કેમ કે સર્વજ્ઞ અને વીતરાગે જે સ્યાદ્વાદમય તત્ત્વ કહ્યું છે, તે જ તત્ત્વ છે, અન્ય નહિ; તેવો સ્થિરબોધ પાંચમી દૃષ્ટિમાં થાય છે. તે બતાવવા માટે પાંચમી દૃષ્ટિને સ્થિરાદષ્ટિ કહેલ છે. () કાત્તાદૃષ્ટિ :- છઠ્ઠી દૃષ્ટિમાં બોધ કાન્ત હોય છે. આથી છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો પ્રકૃતિથી કાન્ત હોય છે. અર્થાત્ શુદ્ધ ઉપયોગને અનુસરનારા હોય છે. તેથી તેની કાન્ત પ્રકૃતિને સામે રાખીને છઠ્ઠી દૃષ્ટિને ‘કાન્તા' નામ આપેલ છે. (૭) પ્રભાષ્ટિ :- પ્રભાષ્ટિમાં પ્રાયઃ નિર્વિકલ્પ દશા વર્તતી હોય છે. તેમાં શુદ્ધ આત્માની પ્રભા દેખાય તેવી ઉત્તમ જીવની પ્રકૃતિ બને છે અને તેના સાંનિધ્યમાં અન્ય જીવોનાં વૈરાદિ નાશ થાય છે. અહીં ખરી આત્માની પ્રભા પ્રગટ થયેલી હોય તેવી આ દૃષ્ટિ છે. તે બતાવવા માટે “પ્રભા' નામ આપ્યું છે. (૮) પરાષ્ટિ :- આત્માની યોગની ભૂમિકાનો પરાકોટીનો વિકાસ અહીં છે. ત્યાર પછી જીવ શીધ્ર કેવલજ્ઞાન પામે છે. તે બતાવવા માટે છેલ્લી દૃષ્ટિને પરાદષ્ટિ કહેલ છે. ll૧૩ અવતરણિકા : इहौघदृष्टिव्यवच्छेदार्थं योगदृष्टिग्रहणमिति तामभिधातुमाह - અવતરણિકાર્ય : અહીં=શ્લોક-૧૨માં યોગદષ્ટિ કહેવાય છે, એમ કહ્યું. એમાં, ઓઘદૃષ્ટિના વ્યવચ્છેદ માટે યોગદષ્ટિનું ગ્રહણ છે. એથી તેને ઓઘદૃષ્ટિને, બતાવવા માટે કહે છે – બ્લોક : समेघाऽमेघरात्र्यादौ, सग्रहाद्यर्भकादिवत् । ओघदृष्टिरिह ज्ञेया, मिथ्यादृष्टीतराश्रया ।।१४।। અન્વયાર્થ: રૂદ અહીં પારલૌકિક પ્રમેયમાં સપાડવરાત્રિાવો-સમેઘરાત્રિ, અમેઘરાત્રિ આદિમાં સપ્રદાયર્માવિત્ર સગ્રહાદિ અર્ભકાદિની જેમ મારી રાશ્રયા - ગોષ્ટિ =મિથ્યાદષ્ટિ અને ઇતર આશ્રયવાળી ઓઘદૃષ્ટિ સેવા-જાણવી. ll૧૪ બ્લોકાર્ય : પારલૌકિક પ્રમેયમાં સમેઘા રાત્રિ, અમેઘા રાત્રિ આદિમાં સંગ્રહાદિ, અર્ભકાદિની જેમ મિથ્યાદષ્ટિ અને ઈતર આશ્રયવાળી ઓઘદષ્ટિ જાણવી. II૧૪
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy