SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ યોગદષ્ટિસમુચ્ચયગાથા૧૦. થાય તેવા નથી. વળી હાસ્યાદિ નોકષાયો પણ તેના અલ્પ છે, તેથી સાધનામાં બાધક થતા નથી. વળી દીક્ષાને યોગ્ય જીવ કોઈના પણ કરાયેલા ઉપકારને ભૂલે નહિ તેવો કૃતજ્ઞ હોય છે, ગુણવાન એવા ગુર્નાદિનો વિનય કરનાર હોય છે, પ્રકૃતિથી ઉત્તમ સ્વભાવ હોવાને કારણે રાજા વગેરેને બહુમાનપાત્ર હોય છે, સ્વભાવથી કોઈનો દ્રોહ ન કરે તેવો હોય છે અને પૂર્વના પુણ્યના ઉદયથી કલ્યાણ સાધવામાં સહાયક એવા દેહનાં સર્વ અંગો તેને પ્રાપ્ત થયેલાં હોય છે. વળી ભગવાનના વચનના પરમાર્થને જાણનાર હોવાથી ભગવાનના વચનમાં શ્રદ્ધાવાળો હોય છે અને પ્રકૃતિથી સ્થિર પરિણામવાળો હોય છે. આવો જીવ જ્યારે દીક્ષા માટે ગુરુ આગળ ઉપસ્થિત થાય અને ગુરુ દીક્ષા આપે તો ભવવિરક્ત હોવાને કારણે અવશ્ય ઉપયોગપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરે, જેથી અવશ્ય તેને જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય. આનાથી એ પ્રાપ્ત થાય કે ભવવિરક્ત જીવ પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો તેને પ્રવજ્યાકાળમાં જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે, જે સામર્થ્યયોગનું કાર્ય છે. આ રીતે પ્રવ્રજ્યાકાળમાં અતાત્ત્વિક સામર્થ્યયોગ છે, તેમ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી તે સામર્થ્યયોગ શાસ્ત્રઅતિક્રાંતગોચર હોવાથી જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ પ્રવ્રજ્યા પણ શાસ્ત્રથી બતાવી શકાય તેમ નથી, તેમ માનવું પડે. તેથી શાસ્ત્રબળથી તે કેમ આવી શકે ? તેથી કહે છે – આગમ સર્વજ્ઞના વચનરૂપ છે. તેથી જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ પ્રવ્રજ્યાનું તાત્પર્ય શાસ્ત્રમાં અનિરૂપિતાર્થવાળું નથી. આશય એ છે કે સર્વજ્ઞના વચનરૂપ આગમ છે, અને સર્વજ્ઞને કેવલજ્ઞાનમાં સંપૂર્ણ યોગમાર્ગ દેખાય છે, અને તે યોગમાર્ગ શબ્દો દ્વારા જેટલો કહી શકાય તેટલો સર્વ તેમણે કહ્યો છે. તેથી જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ પ્રવ્રજ્યાનું સ્વરૂપ પણ આગમમાં નિરૂપણ કરાયેલું છે; આમ છતાં તે વચનના શ્રવણમાત્રથી શ્રોતાયોગીને જ્ઞાનયોગની પ્રાપ્તિ થતી નથી, પરંતુ શાસ્ત્રમાં તેનું જે સામાન્યથી નિરૂપણ છે તે પ્રમાણે અવલંબન લઈને સમ્યગુ યત્ન કરે તો સ્વસામર્થ્યથી જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. માટે પ્રવ્રજ્યાનું સ્વરૂપ સામાન્યથી શાસ્ત્રમાં નિરૂપિત અર્થવાળું છે, વિશેષથી સ્વપુરુષકાર દ્વારા અનુભવનો વિષય છે. ઉત્થાન : શ્લોકના પૂર્વાર્ધમાં પ્રથમ સામર્થ્યયોગ ક્યારે થાય છે તે બતાવ્યું, અને તેનું સ્પષ્ટીકરણ કરતાં ટીકામાં કહ્યું કે પ્રવજ્યકાળમાં અતાત્ત્વિક સામર્થ્યયોગ થાય છે; અને પ્રવ્રજ્યાકાળમાં અતાત્ત્વિક સામર્થ્યયોગ કેમ થાય છે તેનું સ્પષ્ટીકરણ ટીકામાં કર્યું. હવે શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવેલ બીજો સામર્થ્યયોગ ક્યારે થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – ટીકા - ___ 'आयोज्यकरणादूर्ध्व' इति केवलाभोगेनाऽचिन्त्यवीर्यतयाऽऽ 'योज्य' - तथा-तथा तत्कालक्षपणीयत्वेन भवोपग्राहिकर्मणस्तथावस्थानभावे (भावेन) 'करणं' कृतिरायोज्यकरणं शैलेश्यवस्थाफलमेतत् ।
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy