SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦ સર્વજ્ઞવચન આગમ છે, તે કારણથી આ=જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ સામર્થ્યયોગ, અનિરૂપિતાર્થ નથી=સર્વજ્ઞના વચનરૂપ આગમમાં સામાન્યથી જ્ઞાનયોગની પ્રતિપત્તિનું નિરૂપણ કરેલ છે. ‘રૂતિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે પ્રવજ્યકાળમાં અતાત્ત્વિક સામર્થ્યયોગ આવે છે; કેમ કે પ્રવ્રજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે. પ્રવ્રજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ કેમ છે ? તેને દઢ કરવા માટે કહે છે : પ્રવ્રજ્યા માટે ભવવિરક્ત અધિકારી છે, અન્ય નહિ. તેથી એ પ્રાપ્ત થાય કે જેનું ચિત્ત સંસારના સ્વરૂપનું વાસ્તવિક અવલોકન કરીને ભવથી વિરક્ત થયેલું છે, તેવો જીવ શાસ્ત્રાનુસારી વિધિપૂર્વક સંયમને ગ્રહણ કરે ત્યારે સૂત્ર-અર્થમાં ઉપયોગપૂર્વક યત્ન કરે, જેથી અવશ્ય જ્ઞાનયોગ પ્રગટે; અને પ્રવજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે, આથી ભવવિરક્તને પ્રવ્રજ્યાનો અધિકારી કહ્યો છે, અને નહિ. આવો જીવ સંયમ ગ્રહણ કર્યા પછી પણ શાસ્ત્રાનુસારી સર્વ ક્રિયાઓ કરે તે જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે. આ જ્ઞાનયોગ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગઅનુષ્ઠાન અને ક્ષપકશ્રેણીનું કારણ બને છે. પ્રવ્રજ્યાનો અધિકારી એવો ભવવિરક્ત જીવ કેવો છે ? તેમાં સાક્ષીપાઠ આપ્યો, તેનો ભાવ આ પ્રમાણે છે – આર્યદેશમાં ઉત્પન્ન થયેલો અને વિશિષ્ટ જાતિ-કુલવાળો એવો જીવ, જે પ્રતિજ્ઞા ગ્રહણ કરે તેને નિષ્ઠા સુધી અવશ્ય વહન કરે તેવો હોય છે. ક્ષીણપ્રાય કર્મમલવાળો કહેવાથી એ પ્રાપ્ત થાય કે તત્ત્વને જોવાને અનુકૂળ એવી વિમલબુદ્ધિનાં પ્રતિબંધક કર્મો જેનાં ક્ષીણ થયાં છે એવો છે. આથી તેની બુદ્ધિ નિર્મળ છે અને નિર્મળ બુદ્ધિ હોવાથી તે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકે છે. તે સંસારનું સ્વરૂપ કેવું જુએ છે તે બતાવતાં કહે છે – આવો જીવ વિચારે છે કે મનુષ્યભવ અતિ દુર્લભ છે. માટે સહેજ પણ પ્રમાદમાં તેનો વ્યય કરવા જેવો નથી, પરંતુ આત્મહિત સાધીને તેને સફળ કરવા જેવો છે. વળી જન્મ એ મરણનું નિમિત્ત છે. માટે પ્રાપ્ત થયેલો જન્મ સદા રહેવાનો નથી, તેથી આત્મહિતમાં જ પ્રયત્ન કરવો ઉચિત છે. વળી આ સંપત્તિઓ ચપળ છે. માટે આ સંપત્તિઓ ઉપર આસ્થા રાખીને સંસારમાં સાધનાને ભૂલવા જેવી નથી. વળી આ વિષયો દુઃખના હેતુ છે; કેમ કે વિષયોમાં પ્રવૃત્તિ કરવાથી બંધાતું કર્મ દુર્ગતિઓની પરંપરાનું કારણ છે. સંયોગમાં વિયોગ છે અર્થાત્ સંસારમાં જે ઇષ્ટનો સંયોગ થયો છે, તે વિયોગમાં પર્યવસાન પામનાર છે, તેથી સંયોગમાં આસ્થા રાખવા જેવી નથી; કેમ કે જો સંયોગમાં આસ્થા રાખવામાં આવે તો રાગ થાય અને સંયોગમાં રાગ રાખવાથી વિયોગપ્રાપ્તિકાળમાં ખેદની ઉત્પત્તિ કરે. તેથી અત્યારથી સંયોગ પ્રત્યેની આસ્થા છોડી દેવામાં આવે તો વિયોગકાળમાં પણ દુઃખ ઉત્પન્ન થાય નહિ. વળી આયુષ્ય પ્રતિક્ષણ ક્ષીણ થતું જાય છે, માટે પ્રતિક્ષણ મરણ છે. તેથી પ્રાપ્ત થયેલી મનુષ્યક્ષણને આત્મહિતમાં યોજવી જોઈએ; અને કર્મનો વિપાક અતિ દારુણ છે, માટે કર્મનાશ માટે યત્ન કરવો જોઈએ. આ પ્રકારે દેખાતા સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોઈને જે જીવ તેનાથી વિરક્ત થયો છે તે જીવ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. વળી આ પ્રવજ્યાયોગ્ય જીવના કષાયો ઘણા અલ્પ હોવાથી સાધનામાં બાધક
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy