SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦ अत एवाह 'द्वितीय इति तद्विदः-' योगसंन्याससंज्ञित: सामर्थ्ययोग इति तद्विदोऽभिदधति शैलेश्यवस्थायामस्य भावात् । નોંધ :- અહીં ‘વત્યવીર્યતા’ પછી ‘યોન્ચ' શબ્દ છે, તેને ઠેકાણે ‘લલિતવિસ્તરામાં ‘માવોચ' શબ્દ છે, અને તેનો અર્થ ‘જ્ઞાત્વા' કર્યો છે. તેથી અહીં પણ તે પ્રમાણે અર્થ કરેલ છે. ‘પવોપwાહીશર્મા' પછી ‘તથાવસ્થાનમાવે છે, તેના સ્થાને લલિતવિસ્તરામાં ‘તથાવસ્થાનમાન' પાઠ છે, તે સંગત જણાય છે, માટે તે પ્રમાણે અર્થ કરેલ છે. ટીકાર્ય : ‘બાયોગેશરVIકૂર્ણ તિ .... માવત્ | આયોજ્યકરણથી ઊર્ધ્વ દ્વિતીય સામર્થ્યયોગ પ્રગટે છે, એ કથનમાં આયોજ્યકરણથી ઊર્ધ્વતો અર્થ કરે છે - કેવલભોગથી કેવલજ્ઞાનના ઉપયોગથી, આયોજન કરીને જાણીને, અચિંત્યવીર્યપણું હોવાને કારણે તે તે પ્રકારે તત્કાલમાં યોગનિરોધકાલમાં, ક્ષિપણીયપણા વડે ભવોપગ્રાહી કર્મનું તથાઅવસ્થાતભાવથી=શૈલેશીઅવસ્થામાં બધાં કર્મો નાશ પામે તે રીતે અવસ્થાનભાવથી, કરવું તે આયોજ્યકરણ છે, અને શૈલેશીઅવસ્થા છે ફળ જેને એવું આ આયોજ્યકરણ છે. આથી જ શૈલેશીઅવસ્થાફળવાળું આયોજ્યકરણ છે આથી જ, શ્લોકમાં કહે છે – બીજો છે= બીજો સામર્થ્યયોગ છે, એ પ્રમાણે તેના જાણકારો કહે છે; અર્થ સ્પષ્ટ કરે છે – યોગસંન્યાસસંક્ષિત સામર્થ્યયોગ છે, એ પ્રમાણે તેના જાણકારો કહે છે–સામર્થયોગના જાણનારા સર્વજ્ઞ કહે છે; કેમ કે શૈલેશીઅવસ્થામાં આનોકબીજા સામર્થ્યયોગનો, ભાવ છે=સદ્ભાવ છે. ભાવાર્થ : કેવલી કેવળજ્ઞાનના ઉપયોગથી જાણીને પોતાનું અચિંત્ય વીર્ય હોવાને કારણે આયોજ્યકરણના ક્રિયાકાળમાં ભવોપગ્રાહીકર્મને તે પ્રકારે અવસ્થાનભાવરૂપે કરે છે, જેથી શૈલેશીઅવસ્થા દરમ્યાન સર્વ કર્મો નાશ પામે; અને તે અવસ્થાનભાવ કઈ રીતે કરે છે, તે બતાવવા માટે કહ્યું કે તે તે પ્રકારે તત્કાલ ક્ષમણીયપણા વડે અવસ્થાનભાવ કરે છેઃકર્મના નાશ માટે જે રીતે આત્મામાં કર્મને સ્થાપન કરવાં જરૂર જણાય તે પ્રમાણે સ્થાપન કરે છે. તે તે પ્રકારે કહેવાથી એ કહેવું છે કે ઉદયાવલિકામાં પૂર્વ પૂર્વના સમય કરતાં ઉત્તર ઉત્તરના સમયમાં અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ અધિક દલિકો ગોઠવે છે. આ રીતે આયોજ્યકરણ કર્યા પછી જે કેવલીના આયુષ્યકર્મ કરતાં બાકીનાં ત્રણ ભવોપગ્રાહીકર્મ વિષમ હોય, તે કેવલી ત્રણ ભવપગ્રાહકર્મને આયુષ્યકર્મની સમાન સ્થિતિવાળાં કરવા માટે કેવલીસમુદ્ધાત કરે છે, અને સમુદ્રઘાત કર્યા પછી સ્વાભાવિક શરીરસ્થ અવસ્થામાં રહે છે, અને પોતાની જે ઉચિત પ્રવૃત્તિ બાકી હોય તે કરે છે – જેમ ગૃહસ્થ પાસેથી કોઈ વસ્તુ લાવ્યા હોય તો તે પાછી આપી આવે; અને તે સર્વ કરીને
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy