________________
૬૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૪ પૂર્વમાં કહ્યું કે, ઈશ્વરને અનેક માનવામાં આવે તો તે ઈશ્વરનો ભિન્ન અભિપ્રાય થાય તેથી કોઈ કાર્ય થઈ શકે નહીં તેના નિવારણ માટે કોઈ કહે કે, ઈશ્વર અનેક છે અને તેઓનો ભિન્ન અભિપ્રાય થાય તે વખતે જે ઉત્કર્ષવાળા હોય તે કાર્ય કરી શકે અને અપકર્ષવાળા હોય તે કાર્ય ન કરી શકે તેમ સ્વીકારીને અનેક ઈશ્વર સ્વીકારી શકાશે. તેના નિવારણ માટે કહે છે –
ઉત્કર્ષ-અપકર્ષયુક્તપણે હોતે છતે અનેક ઈશ્વર સ્વીકારીને તેમનામાં ઉત્કર્ષ-અપકર્ષયુક્તપણું હોતે છતે, જે ઉત્કૃષ્ટ છે તે જ ઈશ્વર છે. અન્ય નહીં; કેમ કે તેમાં ઉત્કર્ષવાળા ઈશ્વરમાં જ, ઐશ્વર્યનું કાષ્ઠાપ્રાપ્તપણું છે પરાકાષ્ઠા છે. ll૧-૨૪ll
ધર્માત્મપ્રચ્છે યોશિરીરે પ્રતિસાન્તમ્ પાઠ છે ત્યાં થર્ણાનુપ્રત્રે પ્રતિક્રિાન્તમ્ પાઠાંતર મળે છે તે સંગત જણાવવાથી અમે તે પાઠને લઈને અર્થ કરેલ છે. ભાવાર્થ: લેશ, કર્મ, કર્મવિપાક અને આશયથી અસંબદ્ધ પુરુષવિશેષ ઈશ્વરઃ
ઈશ્વરનું સ્વરૂપ બતાવતાં પ્રસ્તુત સૂત્રમાં કહ્યું કે, ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અપરાકૃષ્ટનહિ સ્પર્ધાયેલા એવા, ઈશ્વર છે. તેથી ક્લેશાદિનું સ્વરૂપ બતાવે છે – ક્લેશોનું સ્વરૂપ :
જે આત્માને લેશો કરાવે છે તે લેશો કહેવાય છે અને અવિદ્યાદિ ક્લેશો છે તેનું સ્વરૂપ સ્વયં પાતંજલસૂત્રકાર ૨-૩માં બતાવવાનાં છે. કર્મોનું સ્વરૂપ :
વિહિતક્રિયાઓ, પ્રતિષિદ્ધક્રિયાઓ અને વ્યામિશ્રરૂપ ક્રિયાઓ અર્થાત્ વિહિત અને નિષિદ્ધના મિશ્રણરૂપ ક્રિયાઓ તે કર્મ છે. વિપાકોનું સ્વરૂપ :
પોતાના દ્વારા કરાયેલા કર્મના ફળરૂપ જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ વિપાકો છે. આશયોનું સ્વરૂપ :
ફળના વિપાક સુધી ચિત્તભૂમિમાં જ રહે છે તે આશયો છે=ક્રિયાઓના વાસનારૂપ સંસ્કારો છે.
સંસારી જીવો આ કલેશ કર્મ, વિપાક અને આશયથી સ્પર્શાવેલા અર્થાત્ સંબદ્ધ છે અને ઈશ્વર ત્રણેય પણ કાળમાં ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી સ્પર્ધાયેલો નથી અર્થાત્ અસંબદ્ધ છે માટે ઈશ્વર અન્ય પુરુષો કરતાં વિશેષ પુરુષ છે.
તેમને ઈશ્વર કેમ કહ્યા ? તેથી ઈશ્વરશબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – ઈશનશીલ સ્વભાવ છે ઇચ્છામાત્રથી આખા જગતનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે માટે ઈશ્વર છે.