________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૧
યોગયુક્તિ=સમાધાન; કેમ કે ‘યુન્ સમાધી' યુઝ્ ધાતુ સમાધિમાં છે.
યોગનો અર્થ કર્યા પછી ‘અનુશાસન'નો અર્થ કરે છે
લક્ષણ, ભેદ, ઉપાય અને ફળ વડે જેનાથી અનુશાસન=વ્યાખ્યાન, કરાય તે અનુશાસન છે. આ રીતે ‘અથ’, ‘ચોળ’ અને ‘અનુશાસન’નો અર્થ કર્યા પછી યોગ અને અનુશાસનનો સમાસ બતાવે છે.
-
3
યોગનું અનુશાસન તે “યોગાનુશાસન.” તેયોગનું અનુશાસનયોગનું વ્યાખ્યાન, શાસ્ત્રની પરિસમાપ્તિ સુધી અધિકૃત જાણવું. એ પ્રકારનો અર્થ છે.
ત્યાં=યોગના વ્યાખ્યાનમાં, શાસ્ત્રનો વ્યુત્પાદ્યપણાથી સાધનસહિત સફળ યોગ અભિધેય છે અને તેનું વ્યુત્પાદનયોગનું વ્યુત્પાદન, ફળ છે, વ્યુત્પાદિત યોગનું કૈવલ્ય ફળ છે.
શાસ્ત્રનો અને અભિધેય એવા યોગનો, પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવસ્વરૂપ સંબંધ છે અર્થાત્ શાસ્ત્ર પ્રતિપાદક છે અને યોગ તેનાથી શાસ્ત્રથી પ્રતિપાદ્ય છે.
અને અભિધેય એવા યોગનો અને તેના ફળરૂપ એવા-યોગના ફળરૂપ એવા, કૈવલ્યનો સાધ્યસાધનભાવરૂપ સંબંધ છે અર્થાત્ યોગ સાધન છે અને યોગના ફળરૂપ કૈવલ્યની પ્રાપ્તિ એ સાધ્ય છે. આ હેવાયેલું થાય છે વ્યુત્પાદ્ય એવા યોગના સાધનો શાસ્ત્રથી બતાવાય છે અને તેના સાધનથી સિદ્ધ એવો યોગયોગના સાધનથી સિદ્ધ એવો યોગ, કૈવલ્ય નામના ફળને અર્થાત્ પ્રકૃતિથી પૃથભૂત એવા આત્માના કૈવલ્યરૂપ ફળને, ઉત્પાદન કરે છે. II૧-૧||
ભાવાર્થ :
–
પાતંજલયોગશાસ્ત્ર ગ્રંથના સંબંધ, અભિધેય અને પ્રયોજનનું વ્યાખ્યાન :
‘અથ યોગાનુશાસનમ્ ’એ સૂત્ર દ્વારા પ્રસ્તુત પાતંજલયોગ શાસ્ત્રનો સંબંધ, અભિધેય અને પ્રયોજન કહેવાય છે. ત્યાં અથ શબ્દ અધિકારનો ઘોતક અને મંગલ અર્થક છે.
આશય એ છે કે, ‘યોગાનુશાસન' શબ્દથી યોગનું વ્યાખ્યાન પ્રાપ્ત થાય છે, તેથી થ શબ્દ યોગના વ્યાખ્યાનના અધિકારને બતાવે છે અને ગ્રંથના પ્રારંભમાં મંગલ કરવું જોઈએ, તેથી મંગલ અર્થને બતાવનાર અથ શબ્દ છે.
આ રીતે પાતંજલયોગસૂત્ર-૧માં ૨હેલ અથ શબ્દનો અર્થ કર્યા પછી રાજમાર્તંડ ટીકાકાર યો॥ શબ્દનો અર્થ કરે છે –
યોગયુક્તિ=સમાધાન; કેમ કે યુક્ ધાતુ સમાધિ અર્થમાં છે, તેથી યુઝ્ ધાતુમાંથી બનેલ યોગ શબ્દ સમાધિરૂપ સમાધાનને બતાવે છે અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપમાં અવસ્થાનરૂપ સમાધાનને પામે તેને બતાવે છે અને તે સમાધાનના અર્થમાં યોગનો અર્થ યુક્તિ કરેલ છે અર્થાત્ યોજન કરેલ છે. આત્મા પોતાને પોતાના સ્વરૂપમાં યોજન કરે તે યોજનરૂપ યુક્તિ છે, તેથી યોગનો અર્થ સમાધાન પ્રાપ્ત થાય છે.