SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૨ | સૂત્ર-૩૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી (૨) સંતોષનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થયેલા સંયોગ પ્રમાણે તુષ્ટિ-તોષ, એ સંતોષ નામનું નિયમરૂપ યોગાંગ છે. (૩) તપનું સ્વરૂપ : શાસ્ત્રોતરમાં કહેવાયેલા કુછૂચાન્દ્રાયણાદિ એ તપ છે, એ તપનું સેવન કરવું એ તપના નિયમરૂપ યોગાંગ છે. (૪) સ્વાધ્યાયનું સ્વરૂપ : પ્રણવપૂર્વક કારપૂર્વક મંત્રોનો જાપ એ સ્વાધ્યાય છે, એ=સ્વાધ્યાયરૂપ કારપૂર્વક મંત્રોનો જાપ કરવો એ, જાપ નામના નિયમરૂપ યોગાંગ છે. (૫) ઈશ્વરપ્રણિધાનનું સ્વરૂપ : ફળ નિરપેક્ષપણાથી સર્વક્રિયાઓનું પરમગુરુને સમર્પણ કરવું તે ઈશ્વર પ્રણિધાન છે અર્થાત્ ફળની આકાંક્ષા વગર સર્વક્રિયાઓને પરમગુરુ એવા પરમાત્મામાં સમર્પણ કરવું તે ઈશ્વરપ્રણિધાન નામના નિયમરૂપ યોગાંગ છે. ll૨-૩રા પાતંજલ યોગસૂત્ર ૨-૩૨ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા : [य.] व्याख्या-भावशौचानुपरोध्येव द्रव्यशौचं बाह्यमादेयमिति तत्त्वदर्शिनः ॥ અર્થ : માવવ...તત્ત્વશન: ભાવશૌચના અનુરોધથી અનુસરણથી જ, બાહ્ય એવું દ્રવ્યશૌચ આદેય છે, એ પ્રમાણે તત્ત્વને જોનારાઓ કહે છે. ભાવાર્થ : ભાવશોચના અનુસરણથી જ દ્રવ્યશોચની આદેયતા : પાતંજલયોગસૂત્ર ૨-૩રમાં બતાવ્યા પ્રમાણે ભાવશૌચ મૈત્યાદિ ચાર ભાવો સ્વરૂપ છે. મૈત્રાદિ ચાર ભાવો સર્વ જીવો સાથે ભૂમિકાનુસાર ઉચિત પરિણામ સ્વરૂપ છે, માટે કોઈક પ્રકારના સમભાવના પરિણામસ્વરૂપ છે, આથી જ સમભાવવાળા મુનિનું ચિત્ત મૈથ્યાદિ ચાર ભાવોથી અત્યંત વાસિત હોય છે, તે ભાવશૌચનું કારણ બને તેવું બાહ્ય દ્રવ્યશૌચ વિવેકી પુરુષોને આદેય છે. આનાથી એ ફલિત થય છે કે, દેહ પ્રત્યેના મમત્વથી કરાયેલ દ્રવ્યશૌચ આદેય નથી, પરંતુ બાહ્ય શૌચના અભાવમાં વિશેષ પ્રકારના સ્વાધ્યાયની પ્રવૃત્તિ કે ભગવાનની ભક્તિ આદિની પ્રવૃત્તિ થઈ શકતી નથી તેવા જીવો સ્વાધ્યાયાદિ દ્વારા કે ભગવાનની ભક્તિ દ્વારા મૈયાદિભાવરૂપ ભાવશૌચને અતિશય કરવા અર્થે ઉપયોગી એવું બાહ્ય દ્રવ્યશૌચ તે ભૂમિકાવાળા શ્રાવકો માટે આદેય છે પરંતુ જેઓ બાહ્ય દ્રવ્યશૌચ વગર અંતરંગ ભાવોમાં ઉદ્યમ કરી શકે છે તેવા મુનિઓને બાહ્ય દ્રવ્યશૌચ આદેય નથી.
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy