________________
૧૮૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૫
યોગીને સંસ્કારથી જાતિ વગેરેથી પ્રાપ્ત ભોગો કઈ રીતે દુ:ખરૂપ પ્રતીત થાય છે તે બતાવે છે – સં૫:ત્વમ્, અને સંસ્કારથી દુ:ખપણું સ્વઅભિમત અને અનભિમત એવા વિષયોના સંનિધાનમાં સુખની સંવિત્રસુખનું સંવેદન, અને દુ:ખની સંવિત્રદુ:ખનું સંવેદન થતું તેવા પ્રકારનું જ સ્વક્ષેત્રમાં સંસ્કારનો આરંભ કરે છે અને વળી સંસ્કારથી તેવા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે એથી અપરિમિત એવા સંસ્કારની ઉત્પત્તિ દ્વારા સંસારનો અનુચ્છેદ થવાથી સર્વનું પુણ્ય અને પાપના ફળરૂપ જાતિ વગેરે સર્વનું જ, દુ:ખપણું છે.
યોગીને ગુણવૃત્તિના વિરોધથી જાતિ વગેરેથી પ્રાપ્ત ભોગો કઈ રીતે દુઃખરૂપ પ્રતીત થાય છે તે બતાવે છે –
TUવૃત્તિડું વૃત્વમ્ અને ગુણવૃત્તિના વિરોધથી દુ:ખપણું સત્ત્વ, રજ અને તમારૂપ ગુણોની જે સુખ, દુ:ખ અને મોહરૂપ વૃત્તિઓ પરસ્પર અભિભાવ્ય-અભિભાવકપણાથી વિરુદ્ધ થાય છે તેઓમાં ત્રણ પ્રકારની ગુણવૃત્તિઓમાં, સર્વત્ર જ દુ:ખનો અનુવેધ હોવાના કારણે દુ:ખપણું છે અર્થાત્ સંસારના સર્વ ભોગોમાં દુ:ખાપણું છે.
તિ૬ મવતિ- આ કહેવાયેલું થાય છે – સૂત્રના કથનથી આગળમાં જે કહેવાય છે તે કહેવાયેલું થાય છે –
પાન્તિીમ્ મવતિ છે અને ઐકાંતિક અને આત્મત્તિક દુ:ખની નિવૃત્તિને ઇચ્છતા એવા વિવેકી પુરુષને ધેવાયેલા સ્વરૂપવાળા કારણ ચતુટ્યને કારણે પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી એ ચાર કારણોથી, સર્વ વિષયો દુ:ખરૂપતાથી પ્રતીત થાય છે, તે કારણથી સર્વકર્મનો વિપાક દુ:ખરૂપ જ છે એ પ્રમાણે ધેવાયેલું થાય છે. ર-૧પ ભાવાર્થ : યોગીને પુણ્યથી કે પાપથી મળેલ જાતિ, આયુષ્ય અને ભોગરૂપ સર્વમાં દુઃખરૂપતાની પ્રતીતિઃ
યોગીઓ સંસારના સ્વરૂપને પારમાર્થિક રીતે જોનારા હોય છે, તેથી સંસારના ભાગોમાં કેવા પ્રકારના ક્લેશાદિ છે તેનું જ્ઞાન તેઓને વર્તે છે, તેથી દેખાતા સર્વ ભોગોના સાધનો તેઓને વિષયુક્ત સુંદર ભોજનની જેમ દુઃખરૂપ જ જણાય છે અર્થાત્ જેમ વિષયુક્ત ભોજન ભોગકાળમાં રમ્ય લાગે છે, પરંતુ ખાનારના પ્રાણનો નાશ કરતા હોવાથી દુ:ખરૂપ છે તેમ પુણ્યથી મળેલા ભોગો ભોગકાળમાં રમ્ય હોવા છતાં આત્માના મોહથી અનાકુલ સ્વરૂપનો નાશ કરતાં હોવાથી દુઃખરૂપ જ જણાય છે.
સંસારના ભોગ સુખોને વિવેકી યોગીઓ કઈ રીતે યથાર્થ જોનારા છે તે બતાવતા માટે પરિણામાદિ ચાર કારણોથી તે સર્વ ભોગો દુ:ખરૂપ છે તેમ બતાવે છે. (૧) પરિણામને કારણે પુણ્ય અને પાપ બંનેથી મળેલ જાતિ આદિમાં યોગીને દુઃખરૂપતાની પ્રતીતિ :
સંસારી જીવો ભોગોને ભોગવે છે, ત્યારે ભોગકાળમાં તે ભોગ પ્રત્યે વૃદ્ધિ થાય છે, તેથી અધિક પ્રાપ્તિની ઇચ્છા થાય છે અને અધિક પ્રાપ્તિકૃત દુઃખ ત્યાં વર્તે છે, તેથી પરિણામથી ભોગમાં દુ:ખ