SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ભાવાર્થ: પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૪ પાતંજલયોગસૂત્ર ૨-૧૩માં કર્માશયના જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ત્રણ વિપાકો બતાવ્યા. તેથી ફલિત થાય છે કે, જાતિ વગેરે કર્મના ફળો છે. વળી તે જાતિ વગેરે જીવમાં સુખ-દુઃખરૂપ કાર્ય કરે છે, તે સુખ-દુઃખરૂપ કાર્ય પોતાના કારણ એવા કર્મના અનુસારે કરે છે તે બતાવવા માટે કહે છે સૂત્ર : ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वात् ॥२- १४॥ સૂત્રાર્થ : પુણ્યરૂપ અને અપુણ્યરૂપ હેતુપણું હોવાથી તે=જાતિ વગેરે, આહ્લાદ અને પરિતાપ ફળવાળા છે. II૨-૧૪|| ટીકા : ‘તે કૃતિ’-સ્રાવ:=મુસ્તું, પરિતાપો-વુ:ણું, દ્વાપરિતાપી તં યેમાં તે તથોત્તા:, पुण्य=कुशलं कर्म, तद्विपरीतमपुण्यं, ते पुण्यापुण्ये कारणं येषां ते (तथा) तेषां भावस्तस्मात् एतदुक्तं भवति-पुण्यकर्मारब्धा जात्यायुर्भोगा ह्लादफला अपुण्यकर्मारब्धास्तु परितापफलाः, एतच्च प्राणिमात्रापेक्षया द्वैविध्यम् ॥२- १४॥ ટીકાર્ય ह्लादः તસ્માત્, હાદ=સુખ, પરિતાપ-દુ:ખ, હાદ=આહ્વાદ અને પરિતાપ ફળ છે જેઓને તે તેવા હેવાયેલા છે=આહ્લાદફળવાળા અને પરિતાપફળવાળા હેવાયેલા છે. પુણ્ય-કુશળ કર્મ, અને તેનાથી વિપરીત-પુણ્યથી વિપરીત અપુણ્ય તે-પુણ્ય અને અપુણ્ય કારણ છે જેઓને તે તેવા છે=પુણ્ય અને અપુણ્ય હેતુવાળા છે તેનો ભાવ પુણ્યહેતુપણું અને અપુણ્યહેતુપણું, તેનાથી=પુણ્યહેતુપણાથી અને અપુણ્યહેતુપણાથી જાતિ વગેરે આહ્લાદફળવાળા અને પરિતાપફળવાળા છે, એમ અન્વય છે. एतदुक्तं भवति આ કહેવાયેલું થાય છે=સૂત્રના ક્શનથી આ હેવાયેલું થાય છે. પુછ્યું .... દૈવિધ્યમ્ । પુણ્યકર્મથી આરબ્ધ એવા જાતિ, આયુષ્ય અને ભોગો આહ્વાદ ફળવાળા છે. વળી અપુણ્યર્ક્સથી આરબ્ધ એવા જાતિ, આયુષ્ય અને ભોગો, પરિતાપફળવાળા છે અને આ પ્રાણીમાત્રની અપેક્ષાએ વૈવિધ્ય છે-બે પ્રકારે છે. II૨-૧૪||
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy