________________
૧૮૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૪ પામેલ મનુષ્યગતિરૂપ પ્રધાન કર્મમાં બાકીના ત્રણ ગતિનામકર્મરૂપ કર્મોની પ્રકૃતિનું આવાગમન થાય છે, તેથી મનુષ્યગતિના વિપાકમાં અંતર્ભાવ પામીને તે ત્રણે ગતિના કર્મોનો ભોગ થાય છે.
જૈનદર્શન પ્રક્રિયા અનુસાર મનુષ્ય આયુષ્યવાળા જીવને મનુષ્યગતિ સિવાયની ત્રણ ગતિઓ સ્તિબુકસંક્રમણથી મનુષ્યગતિમાં સંક્રમણ પામે છે.
આ પ્રક્રિયાને વ્યાસઋષિ પ્રધાનકર્મમાં આવા પગમન કહે છે. (૩) નિયતવિપાકવાળા પ્રધાનકર્મથી અભિભૂત થયેલું તે કર્મ ચિરકાળ સુધી અવસ્થાને પામે છે.
જેમ-અહંદુત્તના જીવે ગુરુ પ્રત્યે ઇષદ્ ઠેષ કરીને દુર્લભબોધિ કર્મ બાંધેલું. ત્યારપછી સંયમની સમ્યગુ આરાધના કરીને જિનવચનમાં સ્થિર રુચિ કરીને સુલભબોધિ એવું કર્મ બાંધ્યું.
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર કોટાકોટી કર્મની સ્થિતિનો અબાધાકાળ સો વર્ષનો હોય છે, આમ છતાં તે અહંદત્તના જીવને અબાધકાળના સો વર્ષ પછી તે દુર્લભબોધિ કર્મ વિપાકમાં આવ્યું નહીં પરંતુ પછીના દેવભવ દરમ્યાન સુલભબોધિ કર્મ વિપાકમાં આવ્યું તેથી ભગવાનના વચનમાં સ્થિર રચિ વર્તતી હતી, તેથી તે દેવભવમાં નિયતવિપાકવાળા પ્રધાન એવા સુલભબોધિ કર્મથી અભિભૂત થયેલું એવું દુર્લભબોધિકર્મ ચિરકાળ સુધી અવસ્થાન પામી અને દેવભવના ઉત્તરના ભવમાં તે વિપાકમાં આવ્યું. વ્યાસહષિએ કરેલા ત્રણે ભેદોના ઉચિત યોજના માટે કર્મપ્રકૃતિના ઉદ્ધરણથી કહેલી સંક્રમવિધિનું જ્ઞાન આવશ્યક :
આ ત્રણેય પ્રકારના વ્યાસઋષિએ કરેલા ભેદોની સંગતિ “મૃતપ્રકૃત્યમત્રી. ઇત્યાદિ કહેવાયેલી નીતિથી સંક્રમની વિધિના પરિજ્ઞાન વગર કહેવા માટે શક્ય નથી, કેમ કે જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર જ્ઞાન કરવામાં ન આવે તો કઈ પ્રકૃતિ ક્યાં સંક્રમણ પામે છે તેનો નિર્ણય થઈ શકે નહીં, માટે વ્યાસઋષિએ કરેલા ત્રણેય ભેદોનું ઉચિત યોજન કરવા માટે સંક્રમણવિધિનું જ્ઞાન આવશ્યક છે, તેથી આ અર્થમાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે રચેલ કર્મપ્રકૃતિની વૃત્તિનું સમ્યમ્ અવલોકન કરવું જોઈએ અને વીતરાગના સિદ્ધાંતને અનુસાર કર્ભાશયનું વ્યાખ્યાન કરવું જોઈએ, તેથી જ્ઞાન થાય છે કે, અન્ય દર્શનકારોએ કર્મના વિષયમાં યત્કિંચિત્ માર્ગાનુસારી ઊહ કરેલ હોવા છતાં જિનવચન જેવું પરિશુદ્ધ કર્મપ્રકૃતિનું વર્ણન ક્યાંય પ્રાપ્ત થતું નથી. અવતરણિકા:
उक्तानां कर्मफलत्वेन जात्यादीनां स्वकारणकर्मानुसारेण कार्यकर्तृत्वमाह - અવતરણિયાર્થ:
કર્મના ફળપણાથી હેવાયેલા જાતિ વગેરેનું પોતાના કારણ એવા કર્મના અનુસારથી કાર્યનું કપણું છે તેને કહે છે –