________________
o૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી શુદ્ધ એવા ઈશ્વર તરીકે સિદ્ધભગવંતોને જ સ્વીકારી શકાય છે અન્ય કોઈ અનાદિમુક્ત સત્ત્વપ્રધાન પુરુષવિશેષ સ્વીકારી શકાય નહીં. અનાદિશુદ્ધપણાની શ્રદ્ધા પણ પ્રવાહની અપેક્ષાએ સિદ્ધભગવંતમાં પૂરણીય :
અહીં પ્રશ્ન થાય કે, સર્વકર્મરહિત એવા સિદ્ધભગવંતને ઈશ્વર સ્વીકારીએ તો કોઈ સિદ્ધભગવંતો અનાદિના સિદ્ધ નથી, પરંતુ દરેક સિદ્ધના આત્માઓ કોઈ ને કોઈ કાળમાં સાધના કરીને સિદ્ધ થયેલા છે. તેથી અનાદિ શુદ્ધ એવા ઈશ્વર તરીકે કોઈ સિદ્ધભગવંતને સ્વીકારી શકાય નહીં અને તેમ સ્વીકારવાથી અનાદિ શુદ્ધ એવા ઈશ્વર છે એ પ્રકારની આસ્થા=રુચિ, કઈ રીતે પૂર્ણ થાય. તેથી કહે છે –
સિદ્ધભગવંતમાં અનાદિશુદ્ધ એવા ઈશ્વરની શ્રદ્ધા પણ પ્રવાહની અપેક્ષાએ જ પૂરવી જોઈએ. ઈશ્વરની ઉપાસનામાં સંખ્યારૂપ એકત્વ અપ્રયોજક હોવાથી સિદ્ધો અનેક હોવા છતાં સર્વ માટે ઉપાસ્ય એક ઈશ્વરની શ્રદ્ધાની સંગતિઃ
અહીં પ્રશ્ન થાય કે, સિદ્ધભગવંતોમાં અનાદિશુદ્ધ એવા ઈશ્વરની શ્રદ્ધા પ્રવાહની અપેક્ષાએ પૂરવામાં આવે તો સિદ્ધભગવંતો સંખ્યાથી અનંતા છે, તેથી ઉપાસ્ય એક ઈશ્વર છે એ પ્રકારની શ્રદ્ધા પૂરાતી નથી. તેનું સમાધાન કરતાં કહે છે –
સિદ્ધભગવંતોથી ઇતર એવા સંસારી જીવોમાં વૃત્તિ=રહેલો એવો, જે પૂર્ણગુણનો અત્યંતભાવ તેનું પ્રતિયોગી એવું અતિશયગુણવાનપણું સિદ્ધભગવંતોમાં છે, તે સ્વરૂપે સિદ્ધના જીવો એકરૂપ છે માટે સર્વસંસારી જીવો કરતા અતિશયગુણવાનરૂપે સંખ્યાથી અનેક સિદ્ધ હોવા છતાં સિદ્ધાં એક છે તેમ સ્વીકારી શકાય છે; કેમ કે ઉપાસનામાં સંખ્યારૂપ એકત્વનું અપ્રયોજકપણું છે અર્થાત્ પૂર્ણપુરુષરૂપ ઈશ્વરની ઉપાસનામાં સંખ્યારૂપ એકત્વ પ્રયોજક નથી. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી સર્વ જીવોમાં એક ઈશ્વરની શ્રદ્ધાનો સ્વીકાર :
આ રીતે સર્વ સિદ્ધોને પૂર્ણશુદ્ધઅવસ્થારૂપે સ્વીકારીને ઉપાસ્ય એવા ઈશ્વરમાં શ્રદ્ધાની સંગત કરી. હવે શુદ્ધનયની દૃષ્ટિથી એક ઈશ્વરની સંગતી બતાવે છે –
સંસારવર્તી જીવો અને સિદ્ધના જીવો એ સર્વજીવોનું સ્વરૂપ કર્મની અવસ્થાથી રહિત જોવામાં આવે તો દરેક જીવોના સ્વરૂપનું અસ્તિત્વ સંદેશ છે, તેથી કર્મની ઉપાધિથી રહિત એવું સ્વરૂપ અસ્તિત્વ દરેક જીવમાં છે વળી દરેક જીવમાં વર્તતા સાદડ્યુઅસ્તિત્વનો અને કર્મઉપાધિ રહિત એવા સ્વરૂપઅસ્તિત્વનો વિભાગ ન કરવામાં આવે તો એક શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય છે, કેમ કે શુદ્ધનયની દષ્ટિથી શુદ્ધત્વ અને સાદૃશ્યત્વ બધા જીવોમાં સમાન છે તેથી એક આત્મા છે અને તે સ્વરૂપથી તેની ઉપાસના કરવાથી તેમાં તન્મયતાની પ્રાપ્તિ થાય તો પોતે પણ શુદ્ધ બને છે.