SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પ્રાપ્તિ છે તે કેવી રીતે સંગત થાય અર્થાત્ બધા સંસારી જીવો અનાદિકાળથી ભાવમલથી યુક્ત છે. વળી તે સર્વજીવોમાં વર્તતો આત્મત્વ ધર્મ છે અને સંસારના સંબંધનું નિમિત્ત કારણ તે જીવોમાં વર્તતો ભાવમલ છે, તેથી સંસારીજીવોમાં વર્તતા ભાવમલમાં જે સંસારના સંબંધની નિમિત્ત કારણતા છે તેનો અવચ્છેદક આત્મત્વ ધર્મ છે તે ધર્મ સંસારના સંબંધની નિમિત્ત કારણતાનો અવચ્છેદક કંઈ રીતે સંગત થાય ? અર્થાત સંગત થાય નહીં અને તેની સંગતિ માટે પાતંજલદર્શનકાર કહે કે, ઈશ્વરથી અતિરિક્ત એવા આત્મત્વન આત્મા અનાદિ સંસારના સંબંધનું નિમિત્ત છે તો તેમ સ્વીકારવામાં ગૌરવદોષની પ્રાપ્તિ થાય અર્થાત્ આત્મત્વન આત્માને કારણે સ્વીકારવાને બદલે ઈશ્વરથી અતિરિક્ત વિશિષ્ટ આત્માને તે પ્રકારે કારણ સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત અને શરીરકૃત ગૌરવની પ્રાપ્તિ થાય. કેવલજ્યના ઉત્કર્ષવાળા અદૃષ્ટપુરુષની કલ્પના કરતા નૈચાચિકોને અભિમત નિત્યજ્ઞાનાદિના આશ્રયવાળો ઈશ્વર સ્વીકારવો પાતંજલદર્શનકારને ઉચિતઃ વળી ઉપાધ્યાય યશોવિજયજી પાતંજલદર્શનકારને અન્ય દોષ બતાવતાં કહે છે – પાતંજલદર્શનકાર કેવલ સત્ત્વના ઉત્કર્ષવાળા પુરુષવિશેષને ઈશ્વર તરીકે સ્વીકારે છે અને તેમ સ્વીકારવામાં તેમને પ્રકૃતિ, પ્રકૃતિમાંથી થયેલી બુદ્ધિ અને બુદ્ધિમાંથી થયેલ ચિત્તને સ્વીકારીને ઈશ્વરમાં તે ચિત્ત કેવલ સત્ત્વના ઉત્કર્ષવાળું છે તેમ માનવું પડે છે તેના બદલે નૈયાયિકો નિત્યજ્ઞાનાદિના આશ્રયરૂપે ઈશ્વરને માને છે તેમ કેમ સ્વીકારતા નથી ? અર્થાત્ તેમ સ્વીકારવામાં આવે તો નિત્ય જ્ઞાનાદિ ગુણોના આશ્રયવાળો ઈશ્વર સિદ્ધ થાય, પરંતુ સંસારી જીવોના જેવા ચિત્તવાળો ઈશ્વર માનવાની જરૂર રહે નહિ, તેથી ઈશ્વરને નિત્યમુક્ત માનવો હોય તોપણ નિત્ય જ્ઞાનાદિનો આશ્રય છે, તેમ સ્વીકારવો ઉચિત સિદ્ધ થાય. આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે બતાવતાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે – સિદ્ધભગવંતોમાં ઉપાસનાને ઉપયોગી એવા કેવલજ્ઞાન-કેવલદર્શન આદિ ગુણોના સંભવ હોવાથી સકલકર્મવિનિમુક્ત સિદ્ધભગવંતમાં જ ઈશ્વરપણું સંગત : સર્વકર્મોથી નિર્યુક્ત એવા સિદ્ધભગવંતમાં જ ઈશ્વરપણું યુક્ત છે, પરંતુ અનાદિથી સજ્વપ્રધાન પ્રકૃતિવાળા ઈશ્વરને માનવા ઉચિત નથી. અહીં પ્રશ્ન થાય કે સર્વકર્મોથી નિર્મુક્ત એવા સિદ્ધભગવંત જ ઈશ્વર છે તેમ માનવું કેમ યુક્ત છે ? તેથી કહે છે – ઉપાસનાને ઉપયોગી એવા કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ ગુણો સિદ્ધભગવંતમાં જ સંભવે છે. આનાથી એ ફલિત થાય છે કે, ઉપાસક વ્યક્તિ ઉપાસ્ય એવા સિદ્ધભગવંતોની ઉપાસના કરીને તેમાં અત્યંત તન્મયતાને પામે તો તત્સદેશ ગુણો પોતાનામાં પ્રગટ કરી છે માટે ગુણના પ્રકર્ષવાળા પૂર્ણ
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy