________________
૯૦
શ્લોકાર્થ ઃ
હવે આનંદ પામેલી સ્પર્શન સહિત માતાએ બાલને પ્રોત્સાહિત કર્યો, ખિન્ન થયો નથી, સુંદર છે, મનીષીની જેમ ઠગાયો નથી, સુંદર છે. લોકોની વાણી વડે ભોગોથી ભય પામેલો નથી.
બાલમાં વર્તતી સ્પર્શનેન્દ્રિયની પરિણતિ અને બાલમાં વર્તતાં અશુભકર્મોરૂપ માતા તેનાં અનુચિત કૃત્યોને પ્રોત્સાહિત કરે છે. ૧૭૫વા
શ્લોક ઃ
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
अथ प्रदोषे गत एव बालोऽ
वधीरितो मध्यमबुद्धिनाऽपि । अलक्षितो राजगृहे प्रविष्टो,
ददर्श राज्ञीं तनुमण्डनोत्काम् ।।१७६।।
-
શ્લોક ઃ
શ્લોકાર્થ ઃ
હવે સંધ્યાનો સમય પસાર થયે છતે જ મધ્યમબુદ્ધિથી પણ અવગણના કરાયેલા રાજગૃહમાં અલક્ષિત પ્રવેશ કરેલા=રાજપુરુષોને ધ્યાનમાં ન આવે એ રીતે પ્રવેશ કરેલા એવા બાલે શરીરની શોભા કરતી રાણીને જોઈ. II૧૭૬II
शय्यां स शून्यां सुखमध्यशेत,
दैवात् तदा भूपतिराजगाम ।
कदर्थयामास निशां स पूर्णां, क्रूरैर्नरैस्तं नरकाभदुःखैः ।।१७७।।
શ્લોકાર્થ ઃ
તે=બાલ, શૂન્ય શય્યામાં સુખપૂર્વક સૂતો, ત્યારે ભાગ્યથી રાજા આવ્યો, તેણે=રાજાએ આખી રાત્રિમાં તેને=બાલને, ક્રૂર એવા લોકો વડે નરક જેવાં દુઃખોથી કદર્શના કરાવાઈ. II૧૭૭II