________________
૮૯
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૭૩-૧૭૪-૧૭૫ આર્તિથી=મધ્યમબુદ્ધિની પીડાથી, નગર કરુણાને પામ્યું, મારામાં દુઃખની હાનિ થવાથી=સ્પર્શનકૃત ક્લેશનો અભાવ થવાથી, નગરને ગુણાનુરાગ થયો.
મનીષીની માતા શુભશ્રી શુભકર્મોની શ્રેય કરનારી હારમાળા છે તેથી મનીષીના ઉચિત વર્તનથી અધિક શુભકર્મોની વૃદ્ધિ થઈ. નગરમાં મનીષીની ઉચિત પ્રવૃત્તિથી શિષ્ટ લોકોને હર્ષ થાય છે અને બાલ પાછળ દુઃખી થતા મધ્યમબુદ્ધિને જોઈને શિષ્ટ લોકોને કરુણા થાય છે અને શિષ્ટ લોકોને મનીષીની ઉચિત પ્રવૃત્તિ જોઈને ક્લેશો ન થયા તેથી મનીષીના ગુણમાં અનુરાગ થાય છે. II૧૭૩ શ્લોક :
श्रुत्वेत्यदो मध्यमबुद्धिरन्तविचारयामास हहाऽस्य दुःखे । क्षारः क्षते विश्वजनापवादो,
ममाप्युपेक्ष्योऽयमतोऽस्तु नित्यम् ।।१७४ ।। શ્લોકાર્ધ :
આ સાંભળીને મનીષીએ પૂર્વમાં કહ્યું એ સાંભળીને, મધ્યમબુદ્ધિ અંદરમાં વિચારે છે. ખેદ છે કે આના દુઃખમાં બાલને જોઈને થતા મારા દુઃખમાં ઘા ઉપર ક્ષારરૂપ વિશ્વના લોકોનો અપવાદ છે. આથી, મને પણ આ=બાલ, નિત્ય ઉપેક્ષાને યોગ્ય છે. II૧૭૪ll શ્લોક :
सस्पर्शनाऽम्बा मुदिताऽथ बालं, प्रोत्साहयामास न साधु खिन्नः । मनीषिवत् सुष्ठु न वञ्चितोऽसि, भोगान भीतोऽसि गिरा जनानाम् ।।१७५।।