________________
વૈરાગ્યકાલતા ભાગ-૩
૨૧૬ શ્લોકાર્ચ -
હવે નગરથી પિતા આવ્યા. નમાયું મારા વડે પિતાને નમાયું અને પ્રમોદનાં અશ્રુઓથી વિયોગના અગ્નિને શમાવતી માતાએ મારા મસ્તકમાં ચુંબન કર્યું. પ૩૭ી શ્લોક :
बन्दिभिगीयमानोऽथ, मात्रा तातेन चान्वितः ।
प्रविष्टोऽहं पुरं स्वीयं, मुदितै गरैः स्तुतः ।।५३८ ।। શ્લોકાર્થ :
હવે બંદીઓ વડે ગવાતો, માતા અને પિતાથી યુક્ત હર્ષિત નગરજનો વડે સ્તુતિ કરાતો હું પોતાના નગરમાં પ્રવેશ્યો. પ૩૮ શ્લોક :
गतोऽथ स्वीयमावासं, स्थित्वा राजकुले क्षणम् ।
कृत्वा दैवसिकं कृत्यं, निशि सुप्तः सुखालसः ।।५३९।। શ્લોકાર્થ :
રાજકુલમાં ક્ષણ રહીને હવે પોતાના આવાસમાં ગયો. દિવસ સંબંધી કૃત્ય કરીને રાત્રે સુખલાલસાવાળો સુતો. પ૩૯ll શ્લોક -
अथैवं चिन्तयामि स्म, तत्त्वज्ञानपराङ्मुखः ।
अहो वैश्वानरस्यायं, प्रभावो भुवनाद्भुतः ।।५४०।। શ્લોકાર્ચ -
હવે તત્વજ્ઞાન પરામુખ એવા મેં આ રીતે ચિંતવન કર્યું. અહો, વૈશ્વાનરનો ભુવનઅદ્ભુત આ પ્રભાવ છે.
નંદીવર્ધન પુણ્ય-પાપના પરમાર્થને વિચારવાને પરાક્ષુખ માત્ર પોતાના ગુસ્સાનો આ પ્રભાવ છે એમ વિચારે છે. આપણા