________________
૨૧૩
ચતુર્થ સ્તબક/બ્લોક-પર-પ૨૭-પ૨૮-પર૯ શ્લોકાર્ચ -
ત્યારે મતિધને કહ્યું. દેવને=પદ્મરાજાને આ જણાવો. બુદ્ધિશાળી નામનો એવો મંત્રી બોલ્યો. અતિ રાગી એવા દેવને જણાવવું જોઈએ નહીં નંદીવર્ધન પ્રત્યે અતિ રાગી એવા પદ્મરાજાને જણાવવું જોઈએ નહીં. પરા
શ્લોક :
चारुमन्त्रितमित्याह, मन्त्री प्रज्ञाकरस्तदा ।
प्रच्छन्नस्तेन तैर्दूतः, संभूय प्रहितोऽस्म्यहम् ।।५२७।। શ્લોકાઃ
સુંદર મંત્રણા કરાઈ દેવને નહીં જણાવવાની સુંદર મંત્રણા કરાઈ એ પ્રમાણે ત્યારે પ્રજ્ઞાકર મંત્રીએ કહ્યું. તે કારણથી તેઓ વડે એકઠા થઈને પ્રચ્છન્ન દૂત એવો હું મોકલાયો છું. પર૭ના શ્લોક :
प्रस्थितोऽहमिति श्रुत्वा, हिंसावैश्वानरेरितः ।
सहैव मणिमञ्जर्याऽऽयाता कनकमञ्जरी ।।५२८ ।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સાંભળીને હિંસાથી અને વૈશ્વાનરથી પ્રેરિત હું પ્રસ્થિત થયો. મણિમંજરીની સાથે જ કનકમંજરી આવી. પ૨૮ll શ્લોક :
गतो जयस्थलाभ्यर्णमथाच्छिन्नप्रयाणकैः ।
क्रूरचित्तप्रभावेन, साक्षाद्वैश्वानराकृतिः ।।५२९ ।। શ્લોકાર્ચ -
હવે સતત પ્રયાણકોથી ક્રૂર ચિત્તના પ્રભાવથી સાક્ષાત્ વૈશ્વાનરની આકૃતિવાળો એવો હું જયસ્થલનગરની નજીકમાં ગયો. Iપર૯ll