________________
૧૪૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક -
कुमारस्य प्रसादार्थी, भूयान् जैनो जनोऽजनि ।
करहीने जने चैवमाज्ञा वाङ्मात्रमेव ते ।।३०४।। શ્લોકાર્ચ -
કુમારના પ્રસાદનો અર્થી એવો ઘણો જન જૈન થયો અને કરહીન એવા લોકમાં તમારી આજ્ઞા પાણી માત્ર જ છે. Il૩૦૪ll શ્લોક :
अलौकिकं कुमारस्य, वृत्तमेतन सुन्दरम् ।
अनीतिकवचस्याङ्गे, प्रविशन्ति द्विषच्छराः ।।३०५।। શ્લોકાર્ચ -
કુમારનું આ અલૌકિક આચરણ સુંદર નથી. અનીતિના કવચવાળા જીવના અંગમાં શબુના છરાઓ પ્રવેશે છે.
કુમારની આ આચરણા અનીતિ સ્વરૂપ છે તેથી અનીતિના કવચને કોઈ ધારણ કરે તો શત્રુઓ તેનો વિનાશ જ કરે છે. ll૩૦પા શ્લોક :
पिता प्रोवाच यद्येवं, त्वया सर्वं निवेद्यताम् ।
स्वयमेव कुमाराय, नाहं तं भाषितुं क्षमः ।।३०६।। શ્લોકાર્ચ -
પિતાએ કીધું, જો આ પ્રમાણે છે. તો સ્વયં જ તારા વડે સર્વ કુમારને નિવેદન કરાવ. હું તેને કહેવા સમર્થ નથી. li૩૦૬ll શ્લોક -
मामुपेत्याथ स प्राह, राजा लोकोपरि स्थितः । प्रतापी भानुवल्लोकवशोऽधस्ताच्च धूलिवत् ।।३०७।।