SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ:વિષયામિષમાં આસક્ત એવા મને રાગાદિનો નિગ્રહ ક્યાંથી હોય? સાધર્મિકનો અનુરાગ મને કર્તવ્ય અવશેષ રહે છે. ll૨૯૭ શ્લોક : इति ध्यात्वा मुनेः पार्श्वे, गृहीतस्तदभिग्रहः । गृहे गत्वा मया नत्वा, तातानुज्ञा च याचिता ।।२९८ ।। શ્લોકાર્થ: આ પ્રમાણે વિચારીને મુનિ પાસે તેનો અભિગ્રહ ગ્રહણ કરાયો= સાધર્મિકનો અનુરાગ મારે કરવો જોઈએ એ પ્રકારે તેનો અભિગ્રહ ગ્રહણ કરાયો, અને ઘરમાં જઈને મારા વડે નમીને પિતાની અનુજ્ઞા યાચના કરાઈ. ||ર૯૮II શ્લોક : संगान्मम पिताऽप्यासीद् भद्रको जिनशासने । स्वाभिप्रेतं कुरुष्वेति, निःशकं सोऽन्वमन्यत ।।२९९।। શ્લોકાર્ચ - મારા સંગથી પિતા પણ જિનશાસનમાં ભદ્રક હતા, સ્વાભિપ્રેતને= સાધર્મિકની ભક્તિ કરવા રૂપ સ્વઅભિપ્રેતને, નિઃશંક તું કર, એ પ્રમાણે તે પિતાએ, અનુમતિ આપી. ર૯૯ll શ્લોક : ततः प्रभृति सर्वोऽपि, बन्धुत्वेन मयेक्षितः । कुलजात्यादिहीनोऽपि, नमस्कारधरोऽपि यः ।।३०० ।। શ્લોકાર્ય : ત્યારથી માંડીને કુલજાત્યાદિથી હીન પણ, નમસ્કારને ધારણ કરનાર પણ જે છે તે સર્વ પણ બંધુપણાથી મારા વડે જોવાયા.
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy