________________
૧૪૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૯૪-૨૯૫-૨૯૬-૨૭
કનકશેખર પૂર્વમાં સમ્યક્તપૂર્વક શ્રાદ્ધધર્મ સ્વીકારેલ ત્યારે મુનિના વચનથી સાધુધર્મના પ્રતિસંધાનપૂર્વક સાધુધર્મનો યથાર્થ બોધ થયેલો પરંતુ વિવેકી શ્રાવકોના સંપર્કને કારણે ભગવાનના શાસનના સૂક્ષ્મભાવોને જાણનાર બને છે, ત્યારપછી ફરી તે મહાત્મા આવે છે ત્યારે ભગવાનના શાસનના સૂક્ષ્મ અર્થને જાણવા અર્થે કનકશેખર મહાત્માને પૃચ્છા કરે છે. ll૨૯૪તા. શ્લોક :
मुनिराह दया ध्यानं, रागादीनां च निग्रहः ।
साधर्मिकानुरागश्च, सारमेतज्जिनागमे ।।२९५।। શ્લોકાર્ય :
મુનિ કહે છે, દયા, ધ્યાન, અને રાગાદિઓનો નિગ્રહ, અને સાધર્મિક્તો અનુરાગ એ જિન આગમમાં સાર છે.
જકાલના પાલનના અધ્યવસાય રૂ૫ દયા, વીતરાગનું ધ્યાન સતત વર્તે તેવું ચિત્ત, અને વિદ્યમાન કષાયોનો સતત નિગ્રહ થાય તેવો વ્યાપાર અને ગુણસંપન્ન સાધર્મિક પ્રત્યેનો અનુરાગ એ જિનાગમમાં સાર છે, જેના શ્રવણથી કનકશેખરને વિશેષ પ્રકારનો સૂક્ષ્મધર્મનો બોધ થાય છે. શિલ્પા શ્લોક :
मयाऽज्ञायि दया क्व स्यान्महारम्भस्य मादृशः ।
स्थिरचित्ततया साध्यो, ध्यानयोगः कुतस्तराम् ।।२९६।। શ્લોકાર્ચ -
મારા વડે જણાયું, મહારંભવાળા એવા મારા જેવાને દયા કયાંથી હોય, સ્થિરચિતપણાથી સાધ્ય એવો ધ્યાનયોગ કયાંથી હોય? અર્થાત્ હોય નહીં. ર૯૬ો. શ્લોક :
विषयामिषगृद्धस्य, क्वत्यो रागादिनिग्रहः । साधर्मिकानुरागस्तु, कर्तव्यो मेऽवशिष्यते ।।२९७।।