________________
૧૪૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્ચ -
તેના ચરણને નમસ્કાર કરીને મહાશયવાળા એવા મુનિ, ધર્મને પુછાયા-ક્નકશેખર વડે પુછાયા, તે મુનિએ, સાધુધર્મને કહીને, શ્રાવકધર્મને કહ્યો. ર૯૧૫ શ્લોક :
तदा मया मुनेः पार्श्वे, वयस्यैः सह हर्षतः ।
सम्यक्त्वमूलो जगृहे, श्राद्धधर्मसुरद्रुमः ।।२९२।। શ્લોકાર્થઃ
ત્યારે મારા વડે મિત્રોની સાથે મુનિ પાસે હર્ષથી સમ્યક્તનું મૂલ એવું શ્રાવકધર્મરૂપ કલ્પવૃક્ષ ગ્રહણ કરાયું.
મહાત્મા પાસે સમ્યક્તના પારમાર્થિક બોધપૂર્વક સમ્યક્તના પરિણામને સ્પર્શે તેવું શ્રાવકધર્મરૂપ કલ્પવૃક્ષ ગ્રહણ કરાયું જે સ્વર્ગ, અપવર્ગના ફલને દેનારું હોવાથી કલ્પવૃક્ષરૂપ છે. ૨૯શા શ્લોક :
गतः स मुनिरन्यत्र, धर्मं पालयतोऽथ मे ।
श्राद्धसंसर्गतो जाता, व्युत्पत्तिर्जिनशासने ।।२९३।। શ્લોકાર્ચ -
તે મુનિ અન્ય ઠેકાણે ગયા, હવે ધર્મનું પાલન કરતા એવા મને શ્રાવકોના સંસર્ગથી જિનશાસનમાં વ્યુત્પત્તિ થઈ. ર૯૩ શ્લોક :
अन्यदा पुनरायातः, स साधुर्वन्दितो मया ।
पृष्टश्चेदं महाभाग, किं सारं जिनशासने ।।२९४।। શ્લોકાર્ચ -
અન્યદા ફરી તે સાધુ આવ્યા, મારા વડે વંદન કરાયા, અને આ પુછાયા, હે મહાભાગ ! જિનશાસનમાં શું સાર છે?