________________
૧૨૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
મને પણ જે દીક્ષા ક્ષોભ માટે છે તે દીક્ષાને મહારાજ્યની જેમ શીઘ્ર કોણ આ મહાત્મા ગ્રહણ કરવાની ઇચ્છા કરે છે ?
ભાવશત્રુને નાશ કરવા માટે રાજાને પોતાનું અસામાર્થ્ય જણાય છે જ્યારે ગુરુથી વર્ણન કરાયેલા અપ્રમાદભાવનું અંતરંગ યંત્ર સાંભળીને મનીષીને દીક્ષા ગ્રહણનો પરિણામ થાય છે તેથી રાજાને તેના પ્રત્યે અત્યંત પૂજ્ય ભાવ થયો. ૨૪૯લા શ્લોક :
सूरिर्बभाषे विदितः शुभश्रीकुक्ष्युद्भवः कर्मविलासपुत्रः । गुणाकरोऽयं तव विस्मृतं किं, जगद्वृगासेचनकः शशीव ।। २५० ।।
શ્લોકાર્થ : =
સૂરિ બોલ્યા, શુભશ્રીની કૃક્ષિમાંથી ઉદ્ભવ થયેલ કર્મવિલાસના પુત્રરૂપે ખ્યાત, જગતની દૃષ્ટિને સિંચન કરનાર ચંદ્રના જેવો ગુણકર એવો આ=મનીષી, તને=રાજાને શું વિસ્તૃત છે ?=શું જ્ઞાત નથી ? ।।૨૫૦।।
શ્લોક ઃ
अत्रान्तरे मध्यमधीर्ययाचे,
सुश्राद्धधर्मं तदनु क्षितीशः ।
यथास्थितं लक्षणतस्तमुक्त्वा,
तयोर्ददौ निःस्पृहसार्वभौमः । । २५१ । ।
શ્લોકાર્થ ઃ
એટલામાં મધ્યમબુદ્ધિએ સુશ્રાદ્ધધર્મની યાચના કરી, ત્યારપછી રાજાએ સુશ્રાદ્ધધર્મની યાચના કરી, લક્ષણથી યથાસ્થિત તેને શ્રાવકધર્મને, કહીને નિઃસ્પૃહમાં સાર્વભૌમ એવા આચાર્યએ તે બેને=મધ્યમબુદ્ધિ અને રાજાને, આપ્યો=શ્રાવકધર્મને આપ્યો. ।।૨૫૧।।