________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૫૨-૨૫૩
શ્લોક ઃ
प्रणम्य राज्ञाऽथ मनीषिदीक्षादानोद्यतः सूरिरिदं ययाचे । अनेन दीक्षा कलितैव भावान्ममानुजानीहि मनोऽनुरूपम् ।।२५२ ।।
શ્લોકાર્થ :
હવે મનીષીની દીક્ષાના દાનમાં ઉધત એવા સૂરિને પ્રણામ કરીને રાજા વડે આ યાચના કરાઈ, આના વડે=મનીષી વડે, ભાવથી દીક્ષા કલિત જ છે=ભાવથી દીક્ષા પ્રાપ્ત જ છે, મનને અનુરૂપ=મારા મનને અનુરૂપ તેની ભક્તિ કરવાની, મને અનુજ્ઞા આપો. II૨૫૨૪ા
શ્લોક ઃ
ततः सुबुद्धिर्निजगाद राजन्,
૧૨૭
द्रव्यस्तवे जोषमुपैति साधुः ।
फलोपदेशादनुमन्यते तु,
तदत्र कार्यं स्वयमेव युक्तम् ।। २५३ ।।
શ્લોકાર્થ :
ત્યારપછી સુબુદ્ધિમંત્રી બોલ્યા હે રાજન્ ! દ્રવ્યસ્તવમાં સાધુ મૌન સ્વીકારે છે, વળી ફલના ઉપદેશથી અનુમોદના કરે છે, તે કારણથી અહીં=દ્રવ્યસ્તવમાં, સ્વયં જ યુક્ત કરવું જોઈએ.
રાજા મનીષીનાં સંયમ નિમિત્તે મહોત્સવ ક૨વા ઇચ્છે છે, ગુરુ પાસે અનુજ્ઞા માંગે છે, સુબુદ્ધિમંત્રી શ્રાવક છે તેથી જાણે છે કે સાધુ દ્રવ્યસ્તવમાં ‘તું કર’ એ પ્રકારે ક્યારેય અનુજ્ઞા આપે નહીં કે ‘તારે કરવું ઉચિત છે’ એમ પણ કહે નહીં. ફક્ત શ્રાવકને દ્રવ્યસ્તવનું કેવું ઉત્તમ ફલ છે એ પ્રકારે ઉપદેશ આપીને કર્તવ્યનો બોધ કરાવે છે, તેથી મનીષીના સંયમના પ્રસંગે મહોત્સવ કરવા માટે રાજાએ સ્વયં જ યત્ન કરવો જોઈએ. ગુરુની અનુજ્ઞાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. ૨૫૩॥