________________
ચતુર્થ સ્તબકોક-૨૪૭–૨૪૮-૨૪૯
૧૨૫ રૂપ જીવનો અંતરંગ યંત્ર છે જેનાથી કષાયો અને નોકષાયોરૂપી શત્રુઓને મુનિઓ પીલે છે તે અંતરંગ યંત્રથી સ્પર્શનની પરિણતિને અને અશુભકર્મોની પરિણતિને મુનિ સતત નાશ કરે છે. ૨૪મા શ્લોક -
अनेन सूरेर्वचसाऽनिलेन, वृद्धोऽथ शुद्धाध्यवसायवह्निः । मनीषिणः कर्मवनं ददाह,
दीक्षां स तां क्लेशहरी ययाचे ।।२४८।। શ્લોકાર્ય :
હવે સૂરિના વચનરૂપી પવનથી વૃદ્ધિ પામેલા એવા શુદ્ધ અધ્યવસાયરૂપી અગ્નિએ મનીષીનું કર્મરૂપી વન બાળ્યું, તેણે=મનીષીએ ક્લેશને હરનારી દીક્ષાની યાચના કરી.
જેમ અગ્નિ સળગતો હોય અને પવનથી તે વૃદ્ધિ પામે છે તેમ મનીષીના ચિત્તમાં કર્મને બાળવાને અનુકૂળ શુભ અધ્યવસાયરૂપ અગ્નિ સળગતો હતો અને ગુરુએ સ્પર્શન અને અશુભકર્મોને પીલવાના ઉપાયરૂપે જે અંતરંગ યંત્રરૂપ મુનિભાવનું સ્વરૂપ વર્ણન કર્યું તેનાથી મુનિભાવને ગ્રહણ કરવામાં બાધક ક્લિષ્ટ કર્મો નાશ પામે એવો શુભ અધ્યવસાય ઉત્તમચિત્તવાળા મનીષીને પ્રાપ્ત થયો. Il૨૪૮માં શ્લોક :
जगाद भूपोऽथ ममापि युद्धक्रुद्धारिसंमईनलम्पटस्य । क्षोभाय याऽऽदित्सति तां महात्मा, दीक्षां महाराज्यवदाशु कोऽयम् ।।२४९।। શ્લોકાર્ચ - હવે રાજાએ કહ્યું, યુદ્ધમાં ક્રોધ પામેલા શત્રુના સમર્થનમાં લંપટ એવા