________________
ilillah
કૃશઉદરવાળી સુલસા, સ્વભાવથી જ વજ સમાન ગુરુ એવા ગર્ભને વહન કરવાને અસમર્થ થઈ. કારણ કે મૃદુ એવી સહકારની શાખા પાકીને તૈયાર થયેલા આમ્રફળને ધારણ કરી શકતી નથી. પણ ઉપાયની જાણ એવી સુલસાએ પેલા દેવતાને હૃદયમાં ધારીને કાયોત્સર્ગ કર્યો; કારણ કે સંપત્તિ આપવાને જે સમર્થ છે તે વિપત્તિનો નાશ કરવાને કેમ શક્તિમાન ન હોય ? સ્મરણ કર્યાની સાથે જ તે એ ઉત્તમ શ્રાવિકાની પાસે આવ્યો; પણ એમાં કંઈ વિચિત્ર નહોતું કારણ કે મહાન પુરુષો પોતાની પ્રતિજ્ઞા પાળવામાં એક્કા હોય છે. તેણે આવીને કહ્યુંહે ધર્મશીલ તુલસા ! તેં મને હમણાં શા માટે યાદ કર્યો ? આપણે સમાન ધર્મના છીએ; માટે તારા બંધુને કહેતી હો તેમ મને કહે. તે સાંભળીને તેણે પણ પોતે સર્વ ગોળી એક સાથે ખાઈ ગયાની વાત તેની આગળ કહી સંભળાવી; કારણ કે બાળક પણ રૂદન વિના સ્તનપાન પામતું નથી.
દેવતાએ એ સાંભળી કહ્યું-તું એ સર્વ એક સાથે ખાઈ ગઈ તે તેં ઠીક ન કર્યું. એમ કરવાથી તને એટલી જ સંખ્યામાં ગર્ભ રહ્યા છે; કારણ કે જેટલાં બીજ હોય તેટલા અંકુરો ઉત્પન્ન થાય છે. તને પુત્રો થશે તે બત્રીશે ગુણશાલી થશે; પણ એમનું સર્વનું આયુષ્ય સરખું થશે; અથવા તો ભાવિ વસ્તુ બનવાની હોય તેજ બને છે. હું તારી પીડા દૂર કરીશ, તું વિષાદ કરીશ નહીં.” એમ તેને સમજાવીને દેવતા સ્વર્ગમાં ગયો. સુલસા પણ વ્યથા દૂર થવાથી, વિદેહભૂમિ ઊંચા ઊંચા વિજયોને ધારણ કરે છે તેમ ગર્ભને ધારણ કરવા લાગી. પૂર્ણ માસે અને દિવસે, એણે પ્રશસ્તસમયે અને ઉત્તમ મુહૂર્ત, કમલિની પદ્મોને જન્મ આપે તેમ, બત્રીશ શ્રેષ્ઠ અને ગુણવાન્ પુત્રોને નિર્વિઘ્ન જન્મ આપ્યો.
તે વખતે સારથિશિરોમણિ નાગશ્રાવકે પણ વધામણી લાવનારને સારી રીતે સંતોષ્યા. સંતતિ નથી હોતી તેને એક પણ પુત્ર અવતરે તે પ્રીતિદાયક થઈ પડે છે તો આને આ બગીશ વિશેષ હર્ષ આપે જ. પિતાના નેત્રને અમૃત સમાન એવા એ પુત્રોનું ધાત્રીઓ પરિપાલન કરવા લાગી. એમનું શરીર રૂપ અને સૌભાગ્યથી શોભવા લાગ્યું; અને એઓ રાજપુત્રોની જેમ વયે વૃદ્ધિ પામવા લાગ્યા. અંક-શીર્ષ-ખભા-ચરણ-પૃષ્ટ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)