________________
અને ભુજા, એમ સર્વ અંગે વળગેલા પુત્રોથી નાગસારથિ, ફળના ભારથી લચી ગયેલા ઊંચા ઉદુંબર વૃક્ષ સમાન શોભવા લાગ્યો. વળી તે વારંવાર તેમના ચુંબન-આલિંગન વગેરેથી પોતાના મનોરથ પૂર્ણ કરવા લાગ્યો; અથવા તો ભાગ્યવાન જનને આ લોકની લક્ષ્મી તો હોય જ, પણ પરલોક સંબંધી લક્ષ્મી યે તેને હસ્તને વિષે છે. અનુક્રમે સર્વે પુત્રો સમાન વયના હોઈ અશેષ કળાને વિષે નિપુણ થયા; અને રાજહંસનું અન્ય હંસો અનુગમન કરે તેમ તેઓ શ્રેણિકરાજાનું અનુગમન કરવા લાગ્યા; તથા રાજ્યલક્ષ્મીના સ્વામિ શ્રેણિક મહીપતિનું સારથિપદ બજાવવા લાગ્યા; કારણ કે પુત્રો પિતાના ક્રમથી ચાલ્યા આવતા પદનું પરિપાલન કરે જ છે.
આ વખતે મેરૂપર્વતની ઉપર જેમ અમરાવતી નગરી છે તેવી રીતે મધ્યમખંડને વિષે એક વિશાળ અને પૃથ્વીના તિલકભૂત વૈશાલિકા નામની નગરી હતી. દક્ષિણદિશાને પૂરી નાંખતી તે કુબેર જેવા અનેક શ્રેષ્ઠીઓથી ઊભરાઈ ગઈ હતી અને આકાશ સુધી પહોંચતા સુધાસમાન ઉજ્વળ દેવમંદિરોને લીધે જાણે અલકાપુરીને હસી કાઢતી હતી. વિદ્વજનના અંતઃકરણની પેઠે તેના બજારો ભિન્નભિન્ન પ્રકારના રસસૂત્ર-અને નાના પ્રકારના અર્થથી ભરપૂર હતા. તર્કશાસ્ત્રની પેઠે તેમાં અનેક જાતિઓ હતી અને ફળનો નિર્ણય કરવાને તર્કસહિત ન્યાય થતો હતો. વળી તેને વિષે, સ્ત્રી-પુરુષ-હસ્તિ-અશ્વ-મયૂર-હંસ સરોવરકમળપુષ્પો વગેરેના ચિત્રામણવાળા નાના પ્રકારના ગવાક્ષો, ચુનાથી ધોળેલા-પુતળીવાળા-સેંકડો સ્તંભોવાળી અતિવિશાળ શાળાઓ, અને નિર્મળસ્વાદિષ્ટ અને સુગંધિ જળવાળી પરબો ચિરકાળ પર્યન્ત જોઈને પાન્થજનો, યુવાનપુરુષો સ્વરૂપવાન તરૂણીને જ જોઈને જેમ, તેમ પોતાના ઘર તરફ જવાની ઈચ્છા કરતા નહોતા.
એ નગરીમાં હૈયયકુળનો ચેટક નામે મહીપતિ રાજ્ય કરતો હતો; જેના ગર્વરૂપી સર્ષે તેના શત્રુગણને દંશ દીધા હતા. પોતે સૂર્યની સમાન તે જરૂપી લક્ષ્મીનું ધામ હતો; અને તેનો ચંદ્રમા સમાન ઉજ્વળ યશ સમસ્ત જગતને શ્વેત બનાવી દેતો હતો છતાં તેના શત્રુઓના મુખા પર તો કાળાશ પાથરી દેતો હતો એ એક વિચિત્રતા હતી. પણ અહો ! વિધાતાની પ્રતિકુળતા દુઃખદાયક જ છે. તેની લોકોત્તર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૬૯