________________
દીધું છે, તો હવે “એ દેવલોકને વિષે વિમાનો પાંચવર્ણના છે” એવું જે જિનેન્દ્રનું વચન છે તેને દેવતાઓનો સમાજ કેવી રીતે માનશે, કારણ કે તેઓ સાક્ષાત્ તેમને ઉજ્જ્વળ દેખે છે.
હે સમ્યક્તરત્નના નિધાનની ભૂમિરૂપ પવિત્રાંગી સુલસા ! હું તને શું આપી શકું એમ છું ? તોપણ કંઈ માંગ કે જેથી દેવદર્શન નિષ્ફળ ન જાય. તે સાંભળીને સુલસા સ્વામીના સંતોષને અર્થે કહેવા લાગીનથી મારે દ્રવ્યની ખામી, કે નથી મારે કામભોગની જરૂર, કે નથી મારે નિશ્વળ એવા ધર્મની અપૂર્ણતા; મારે ફક્ત દેવીની પેઠે એક પુત્રની ખામી છે. લક્ષ્મીથી ભરપૂર એવું છતાં પણ મારું ઘર, પુત્ર વિના, પીલતાં છતાં રસ ન નીકળે એવા ઈક્ષુદંડ જેવું નીરસ, અને કાકપક્ષીના શબ્દ જેવું ફીક્કું જણાય છે. માટે હે દેવ ! જો તમે સંતુષ્ઠ થયા છો એ સત્ય જ હોય તો, મારા કર્મબંધનો હેતુ નિકાચિત ન હોય તો મને પુત્ર આપો; કારણ કે નિકાચિત કર્મબંધ હોય છે ત્યાં તો જિનેશ્વર ભગવાન પણ કંઈ કરી શકતા નથી, તો બીજા તો ક્યાંથી જ કરી શકે ? પણ એ દેવતાએ સુલસાને પુત્રનો અભાવ જોઈને એને બત્રીશ ગોળી આપી અને કહ્યું કે “આ ગોળીઓ તું અનુક્રમે ખાજે તને બત્રીશ પુત્ર થશે. હવે તારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને સ્મરણ કરવો; હું પુન: આવીશ.” એમ કહીને તે અંતર્ધાન થઈ ગયો. દેવતાઓને જો સત્ત્વથી જીત્યા હોય તો તેઓ કિંકર કરતાં પણ અધિક થાય છે. હવે સુલસા મનમાં વિતર્ક કરવા લાગી-જો હું આ ગોળીઓ અનુક્રમે ખાઈશ તો ઈષ્ટ એવા પણ બાળકોની અશુચિ નિરંતર કોણ દૂર કરશે ? માટે હું એ સર્વ ગોળીઓ એક સાથે જ ખાઈ જાઉં; જેથી મારે એક પણ બત્રીશલક્ષણયુક્ત પુત્ર થશે; અને એક જ પુત્રવાળી સિંહણ શું સુખમાં નથી રહેતી ?” (રહેજ છે). એવો નિશ્ચય કરીને સુલસા એ સર્વ ગોળીઓ એક જ કાળે ખાઈ ગઈ. પ્રાણીઓને બુદ્ધિ અને ચેષ્ટા નિરંતર કર્મને અનુસારે જ થાય છે. હવે સુલસા એક જ વખતે બત્રીશે ગોળીઓ ખાઈ ગઈ તેથી તેને બત્રીશ ગર્ભ રહ્યા; દેવતાઓ એ સ્પષ્ટ વચન કહ્યાં હોય તોપણ પ્રાણી વિપરીત ચાલે છે એ આશ્ચર્ય પણ અહીં જોયું !
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૬૭