________________
કુમારને એકાન્તમાં રાજાને વ્યાધિ થયાના સમાચાર કહ્યા અને એના ઔષધ તરીકે પોતે તેને તેડવા આવ્યા છે એમ જણાવ્યું.
આવા કર્ણને વિષે વિષ સમાન સમાચાર સાંભળીને શ્રેણિકકુમાર બહુ વિષાદ પામ્યો કારણ કે ખાંડ ચાવતાં તેમાં કાંકરો આવ્યા જેવું થયું. “અહો ! મારા જેવા મંદભાગ્ય પુત્રે તાતસેવા પણ તજી દીધી. નિષ્ફળ વૃક્ષની પેઠે મારા દિવસો પણ અફળ ગયા. સામગ્રી પામ્યા છતાં પણ મારા જેવો ગુરુકર્મી પ્રાણી ગુરજનની સેવા કરી શક્યો નહીં અથવા તો પૂજ્યપિતાનું નિત્ય સ્મરણ કર્યા કરવાથી હું એવો નથી ઠરતો એમ મારું અંત:કરણ સાક્ષી પૂરે છે. પણ હવે ચિંતા કરવી રહેવા દઈ મારે પિતાનું વચન માન્ય કરવું કારણ કે વ્યાધિગ્રસ્ત અવસ્થાને માટે લાંબો વિચાર કરવો શોભતો નથી. જ્યારે મારા પિતા અતિ માંદગીને વશ છે ત્યારે મારાથી મોડું કેમ જવાય ? ગાડી અટકી પડ્યા પછી વિનાયક (વિપ્ન દૂર કરનાર) ગણપતિ શું કરે ?
આમ વિચાર કરી પિતા સમાન શ્વશુર-શ્રેષ્ઠીની આજ્ઞા માગી શ્રેણિકકુમાર, હંસ હંસીની પાસે જાય તેમ, નંદા પાસે ગયો. ત્યાં જઈ વક્તાઓને વિષે શિરોમણિ એવો એ બોલ્યો-હે પ્રિયા ! હે સદ્ધર્મચારિણી ! મારા પિતાએ મને તેડાવ્યો છે માટે હું અહીંથી જાઉં છું. જેને લીધે લોકો તને બીજના ચંદ્રમાની પેઠે નમે છે એવા તારા શીલવ્રતનું તું તારી જાતની પેઠે જ રક્ષણ કરવામાં નિરન્તર વનવતી રહેજે. કારણ કે એ શીલ કુળની ઉન્નતિ કરવાવાળું, વિપત્તિનો નાશ કરવાવાળું અને સર્વ કોઈનું કલ્યાણ કરવાવાળું પરમ ભૂષણરૂપ છે. મારે વધારે શું કહેવું? એવું વર્તન રાખજે કે જેથી બંને લોક અને બંને કુળ ઉજ્વળ રહે. અદ્વિતીય ગુણોવાળી એવી તને મારે આવી શિખામણ આપવી એ ચંદ્રમાને ઉજ્વળ કરવાનો પ્રયત્ન કરવા જેવું છે. આમ કુમારે નન્દાને અમૃત સમાન કોમળ વાણીથી બોધ આપ્યો. કારણ કે અન્ય સ્થળે. મૃદુતા રાખવી રહી છે તો સ્ત્રીઓને વિષે મૃદુતા રાખવી જોઈએ એમાં
૧. ઘણાં કર્મવાળો-ભારેકર્મી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૬