________________
તો શું જ કહેવું ? પછી પાઘડુવુલ્યા ગોપાત્ર વર્ષ નગૃહે પુરે એવા ઉત્તમ મંત્રના બીજ સમાન અક્ષરો લખીને એણે નન્દાને અર્પણ કર્યા એટલે નન્દાએ કહ્યું- હે સ્વામિ ! તમારો માર્ગ વિપત્તિરૂપી દધિને મન્થન કરનારો થાઓ અને તમને સંપત્તિ પ્રાપ્ત થાઓ.
પછી મૂર્તિમાન્ શુભ ભવિતવ્યતા હોય નહીં એવી સાંઢણી ઉપર આરૂઢ થઈને, પોતાનાં પુણ્ય હોય નહીં એવા ઊંટવાળાઓની સંગાથે તેણે રાજગૃહ નગર પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગને વિષે સંસારીજીવની પેઠે અખંડ પ્રયાણ કરતો એવો કુમાર ભોજન કરતો ત્યાં પણ બિલકુલ ખોટી થતો નહીં. તેના મસ્તક પર વૃક્ષો, સ્ત્રી જન “લાજ” નો વરસાદ વરસાવે તેમ, પુષ્પનો વરસાદ વરસાવવા લાગ્યા; રસવાળાં પક્વ ફળોની, ભવિષ્યમાં રાજા થનારા એવા એને જાણે ભેટ આપવા લાગ્યા; મન્દ વાયુથી હાલતા રક્તપલ્લવોરૂપી કરવડે, “તને રાજ્ય મળવાનું છે માટે શીધ્ર ગમન કર” એમ જાણે અભિનય કરવા લાગ્યા; અને પ્રચંડ પવનથી હાલેલી–માટે જાણે નમન કરતી હોય એવી-શાખાઓ વડે રૂપમાં કામદેવને જીતનાર એવા કુમારને જાણે વંદન કરવા લાગ્યાં. આ બધો ઉપચાર એમણે જાણે એમ ધારીને કર્યો કે “આપણે આ આપણા જન્મદાતાની ભૂમિને વિષે વસીએ છીએ માટે જાણે એ એમને કર આપ્યો.”
વાટ પૂરી થઈ અને ઈચ્છિત સ્થળે આવી પહોંચ્યા એટલે નગરને વિષે પ્રવેશ કરતાં એને મયૂર-નકુળ-શ્વાન–ચાષપક્ષી-વૃષભ-શુક અને ખંજનપક્ષી એ સર્વ જમણાં ઉતર્યા; અને કુંભ-છત્ર-અશ્વત્રી અને ઉન્નતા સુંઢવાળો ગર્જના કરતો હાથી એ સર્વ ઉત્તમ રાજ્યલક્ષ્મીનાં મુખો હોય. નહીં તેમ એની સન્મુખ આવ્યાં. આવાં ઉત્તમ માંગલિક સૂચક શકુનો સહિત તે, ભવ્ય પ્રાણી જિનેશ્વરના શાસનને પામે તેમ, પિતાના મહેલ પ્રત્યે પામ્યો (મહેલે પહોંચ્યો) અને વિમળ જેમ અપ્રમત્તગુણસ્થાને ચડતો હોય તેમ, તે અનુક્રમે એ મહેલને સાતમે માળે ચઢ્યો. ત્યાં એને પિતાના દર્શન થતી વખતે પોતે પૂર્વે કદિ નહીં અનુભવેલો એવો હર્ષ થયો.
૧. એ નામનું એક જાતનું ધાન્ય.
૨. એક જાતનું વાજિંત્ર ૩. વિમળ એવો આત્મા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૨૭