________________
અપવાઃ રૂદ્યોત્સ વ્યવર્તયામીશ્વર: રઘુવંશ સર્ગ ૧૫. શ્લોક ૭.
૯૩–૭. કાર્ય એવી રીતે કરવું જોઈએ કે...ઈત્યાદિ. અત્યારે રીતસર કહેવત એવી છે કે સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ. સર્પ વહ્યો આવતો હોય એને જમીનપર લાકડી ઠપકારી ઠપકારીને દૂર રાખવો. એને લાકડી વતી મારી નાખવો નહિ એમ બહુ જોસથી ઠપકારીને લાકડી પણ ભાંગી નાંખવી નહિ. આપણે ફક્ત કાર્ય સાધી
લેવું.
૯૩-૩. માંસ મંગાવ્યું. પૂર્વે જૈનોમાં માંસ ભોજન થતું હોવું જોઈએ એનું આ એક નહિ, પણ શ્રી નેમનાથના લગ્ન સમયે અનેક અવાચક પશુઓ એકઠાં કરવામાં આવ્યા હતા. આદિ દષ્ટાન્તો છે. એમ કેમ હશે ?
૯૪-૪. અશોક વાટિકા. એ નામનો શ્રેણિક રાજાનો બગીચો.
૫-૨. ઉગ્રસેન રાજાને કંસ થયો હતો એમ. કંસ મથુરાના રાજા ઉગ્રસેનનો પુત્ર અને કૃષ્ણનો કટ્ટો શત્રુ હતો. વેર ઉત્પન્ન થવાનું કારણ એમ કહેવાય છે કે વસુદેવના દેવકી સાથે લગ્ન થયા પછી એકદા એવી આકાશવાણી એણે સાંભળી કે દેવકીના આઠમા ફરઝંદથી એનું મૃત્યુ થશે. એ પરથી એણે વસુદેવ અને દેવકી બંનેને બન્દિખાને નાખ્યા અને મજબૂત બેડીઓ પહેરાવી. વળી એમના પર સખત પહેરો મૂકયો. દેવકીને જે જે ફરઝંદ થયા તેને એણે દેવકી પાસેથી જન્મતાં વેંત જ લઈ લીધા અને મરણ શરણ કર્યા. આ પ્રમાણે એણે એના છ ફરઝંદોને ઠેકાણે કર્યા. (પણ એના સાતમા અને આઠમા ફરઝંદ બળરામ અને કૃષ્ણને એની ગમે એટલી ચોકી છતાં નન્દને ઘેર સલામત પહોંચાડી દીધા. આ બેમાંથી કૃષ્ણ છેવટે વંદ્વયુદ્ધમાં એના પ્રાણ લીધા.)
૯૪-૨૨. પુત્રપ્રાપ્તિ અર્થે સ્ત્રીઓ રાત્રિદિવસ...ઈત્યાદિ. અહિં કવિએ જે વિચારો દર્શાવ્યા છે. એને જ મળતા “કૃતપુણ્ય'ની માતાના સંબંધમાં દર્શાવ્યા છે.
૯૫-૨૮. શ્રી ત્રિકૂટપર્વતની ભૂમિ...પેઠે. અહિં “શ્રી ત્રિકૂટપર્વતનાં ત્રણ શિખરો પૃથ્વી પર આવ્યાં હોયની એમ” એમ જોઈએ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૭૧