SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ દામ, એટલે શત્રુના માણસોને રૂશ્વત આદિ આપવી; (૩) ભેદ, એટલે શત્રુના પક્ષના હોય એમનામાં ફાટતુટ કરાવવી; (૪) દંડ, એટલે ખુલ્લી રીતે યુદ્ધમાં ઉતરી પડવું. ૬૨-૨૬. ધર્મપુત્ર યુધિષ્ઠર. સત્ય જ ઉચરવું, ન્યાયને પંથે જ અનુસરવું આદિ શ્રેષ્ઠ મનુષ્યધર્મનું અનુપાલન કરતો હોવાથી યુધિષ્ઠિર ધર્મ, ધર્મપુત્ર આદિ નામથી ઓળખાય છે. ૬૩-૧. પદ્મમિત્ર. બાંધવજનોરૂપ “પદ્મોને વિકસાવવામાં “મિત્ર' એટલે સૂર્ય જેવો. ૬૩-૭. હું પુત્રને ખોળામાં બેસાડીશ...ઈત્યાદિ. પુત્ર સંબંધી આવા મનોરથવાળું, કવિએ આલેખેલું ચિત્ર જોઈને ખરેખર કોઈ પણ સહદયનું ચિત્ત વેધાયા વિના નહિં રહે ! ૬૩–૧૦. ત્રિશંકુની પેઠે...ઈત્યાદિ. એવી વાર્તા છે કે અયોધ્યાના રાજા ત્રિશંકુને જ્યારે વિશ્વામિત્ર ઋષિએ વસિષ્ઠ ઋષિની મરજી વિરુદ્ધ, પોતાની શક્તિથી, સ્વર્ગમાં મોકલવા માંડ્યો ત્યારે ઈંદ્રાદિક દેવોએ એને સ્વર્ગમાં પેસવા ન દેતાં પાછો ફેંકયો. નીચેથી ઋષિનો પ્રયાસ ઉપર મોકલવાનો, ને દેવોનો નિશ્ચય કે એને ન આવવા દેવો એમ વિરોધ થવાથી એ અંતરીક્ષમાં લટકી રહ્યો. આ ઉપરથી હાલ કહેવત ચાલે છે કે ત્રિશંકુરિવ સન્તરાને તિષ્ટ. ૬૪-૧૦. જળને નિર્મળ કરનાર...ઈત્યાદિ. અહિં “મલિનતાનો ખરો ઉપાય જળ છે' એમ જોઈએ. ૬૬-૧૨. અપુણ્યરાશિવાળી. જેની પાસે ગયા ભવનો પુણ્યરાશિપુણ્યસંચય કંઈ નથી એવી. કુષ્માંડવલ્લી તુંબડી, કુષ્માંડફળeતુંબડું. ૬૬-૪. એનું નામ સૌથી પ્રથમ લેવાય છે. જુઓ “ભરફેસર' ની સજઝાય -સુન્નસા વન્દ્રનવાના મારમાં મારેહા તમયન્તી ઈત્યાદિ, (આઠમી ગાથા). એમાં સતી સ્ત્રીઓ ગણાવી છે એમાં પહેલી એને ગણાવી. ૬૬-૧૫. ઈન્ડે ભરત પાસે...ઈત્યાદિ. ઈન્દ્રનું મનહર રૂપ જોઈને એકદા ભરત ચક્રવર્તીએ એને પુછેલું કે તમે સ્વર્ગમાં ક્ય રૂપે રહો છો ? આ પ્રત્યક્ષ છે એ રૂપે કે અન્ય રૂપે ? (કારણ કે દેવો અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૨૬૨
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy